________________
६४०
श्रीमहावीरचरित्रम् ___भगवयावि एवमायण्णिऊण समुच्छलियापरिकलियकारुन्नपुण्णचित्तेण भणियं-'भो भो देवाणुप्पिय! परिचत्तासेससंगोऽहं संपयं । तुमं च अच्चंतदोगच्चभरविहुरियसरीरो। अओ जइवि असारिच्छमेयं तहावि गिण्हसु इमस्स देवदूसस्स अद्धं ति । 'जं सामि! आणवेइत्ति भणिऊण हरिसवसुग्गयबहलपुलओ बंभणो वत्थस्स अद्धं गहिऊण कयप्पणामो अणुचिंतंतो पुणो पुणो सामिस्स अपुव्वमुदारत्तणं गओ नियगेहं, दिट्ठो य बंभणीए, पुच्छिओ परमायरेणं, साहिओ तेण देवदूसद्धलाभो । जाओ बंभणीए परमसंतोसो।
अन्नदिवसे य तेणवि समप्पियं तं दूसद्धं दसिगाबंधणत्थं तुन्नागस्स । तेणवि तारिसमदिठ्ठपुवं पेच्छिऊण पुच्छिओ सो बंभणो-'भद्द! तुमए कहिं लद्धमेयं?, न जेण एरिसदूसाइं महीयले दीसंति।' बंभणेण भणियं-'मुद्ध! भगवया दिण्णं ति । तुण्णागेण भणियं-'बीयंपि खंडमाणेहि,
भगवताऽपि एवमाऽऽकर्ण्य समुच्छलिताऽपरिकलितकारुण्यपूर्णचित्तेन भणितं 'भोः भोः देवानुप्रिय! परित्यक्ताशेषसङ्गः अहं साम्प्रतम् । त्वञ्च अत्यन्तदौर्गत्यभरविधुरितशरीरः । अतः यद्यपि असदृशमेतत् तथापि गृहाण अस्य देवदूष्यस्य अर्धम्' इति। 'यद् स्वामी आज्ञापयति' इति भणित्वा हर्षवशोद्गतबहुपुलकः ब्राह्मणः वस्त्रस्य अर्धं गृहीत्वा कृतप्रणामः अनुचिन्तयन् पुनः पुनः स्वामिनः अपूर्वमुदारत्वं गतः निजगृहम्, दृष्टश्च ब्राह्मण्या, पृष्टः परमाऽऽदरेण, कथितः तेन देवदूष्यलाभः | जातः ब्राह्मण्याः परमसन्तोषः।
अन्यदिवसे च तेनाऽपि समर्पितं तद्दष्यमधू दशिका(=प्रान्तभाग)बन्धनार्थं तन्तुवायस्य । तेनाऽपि तादृशमदृष्टपूर्वं प्रेक्ष्य पृष्टः सः ब्राह्मणः ‘भद्र! त्वया कुत्र लब्धमेतत्?, न येन एतादृशदूष्यानि महीतले दृश्यन्ते।' ब्राह्मणेन भणितं 'मुग्ध! भगवता दत्तम्।' तन्तुवायेन भणितं 'द्वितीयमपि खण्डमानय, येन उभयखण्डमिलनेन तूणयामि एतत्, प्रतिपूर्णमिव दीनारलक्षमूल्यं प्राप्यते, अर्धाऽर्धेन च तव ममाऽपि द्रव्यं
એમ સાંભળતાં ઉછળતી અકથ્ય કરુણાથી ભરેલા મનવાળા ભગવંતે કહ્યું કે-“હે દેવાનુપ્રિય! અત્યારે તો મેં બધો સંસર્ગ-પરિગ્રહ તજી દીધો છે અને તે અત્યંત દૌર્ભાગ્યના દુઃખથી આકુળ-વ્યાકુળ છે, તેથી જો કે અયોગ્ય છે છતાં આ દેવદૂષ્યનો અર્ધભાગ લઇ લે. એટલે “જેવી સ્વામીની આજ્ઞા” એમ કહેતાં હર્ષને લીધે રોમાંચિત થતો બ્રાહ્મણ અધવસ્ત્ર લઇ, પ્રણામ કરી, સ્વામીની અપૂર્વ ઉદારતાને વારંવાર ચિતવતો તે પોતાનાં ઘરે ગયો. ત્યાં બ્રાહ્મણીએ જોતાં પરમ આદરથી પૂછ્યું જેથી તેણે દેવદૂષ્ય-અર્ધનો લાભ કહી સંભળાવ્યો, જે સાંભળતાં બ્રાહ્મણી પરમ સંતોષ પામી.
પછી બીજે દિવસે તે વસ્ત્રાર્ધ તેણે દશી બાંધવા માટે તંતુવાય-વણકરને સોંપ્યું. એટલે તેણે પણ પૂર્વે કદી ન જોયેલ તે દિવ્ય વસ્ત્ર જોતાં બ્રાહ્મણને પૂછ્યું કે-“હે ભદ્ર! આ તને ક્યાંથી મળ્યું? કારણ કે આવાં વસ્ત્રો મહાતલપર મળતાં નથી.' બ્રાહ્મણે કહ્યું- હે મુગ્ધ! એ તો મને ભગવંતે આપ્યું છે.” વણકરે કહ્યું “એનો બીજો ખંડ પણ લઇ આવ કે જેથી બંને ખંડ મેળવીને સાંધું. એમ કરતાં અખંડની જેમ એનું એક લાખ સોનામહોર મૂલ્ય મળશે.