________________
पञ्चमः प्रस्तावः
तुम्हारिसाण पुण पुव्वजम्मसुविढत्तपुन्नविभवाणं । पइदियहमूसवच्चिय लीलाए संपयट्टंति ।। ३ ।।
७९१
एयं च उल्लवंती सा भणिया सेट्ठिणा- 'भद्दे ! फुडक्खरेहिं भणसु जमिह पओयणं ।' तीए भणियं - 'अम्ह घरे विवाहो पारद्धो, अओ तुम्हेहिं तत्थ भोयणं कायव्वं ।' सेट्ठिणा भणियं-'को दोसो?, कीरइ, केवलं बहुगेहवावारवावडत्तणेणं न पारेमो मुहुत्तमेत्तंपि हिं परिच्चइउं, अओ न कायव्वो तुमए चित्तसंतावो, न वोढव्वो अब्भत्थणाभंगसमुब्भवो अवमाणो, न गणियव्वं निद्दक्खिन्नत्तणं, न मोत्तव्वो मणागंपि पुव्वपणओ, न हि निक्कवड- सिणेहाणुबंधो समवेक्खइ बज्झोवयारं, ता गच्छ नियगेहे, कुणसु समीहियपओयणं ति पन्नविऊण समप्पियाइं धूयणवसणाइं, पणामियाइं तदुचियाइं वत्थाभरणाइं, दिन्नाइं कुंकुमाइविलेवणाइंति । सावि ताणि गहिऊण परमहरिसमुव्वहंती गया सगिहं । कओ विवाहो, मिलिया सुहिसयणवंधवा,
युष्मादृशाणां पुनः पूर्वजन्मस्वर्जितपुण्यविभवानाम्।
प्रतिदिवसम् उत्सवः एव लीलया सम्प्रवर्तन्ते ||३||
एतच्च उल्लपन्ती सा भणिता श्रेष्ठिना 'भद्रे ! स्फुटाऽक्षरैः भण यदिह प्रयोजनम् । तया भणितं 'अस्माकं गृहे विवाहः प्रारब्धः, अतः युष्माभ्यां तत्र भोजनं कर्तव्यम् । श्रेष्ठिना भणितं कः दोषः ? क्रियावहे, केवलं बहुगृहव्यापारव्यापृतत्वेन न पारयावः मुहूर्त्तमात्रमपि गृहं परित्यक्तुम्, अतः न कर्तव्यः त्वया चित्तसन्तापः, न वोढव्यः अभ्यर्थनाभङ्गसमुद्भवः अपमानः, न गणितव्यं निर्दाक्षिण्यत्वम्, न मोक्तव्यः मनागपि पूर्वप्रणयः, न हि निष्कपटस्नेहाऽनुबन्धः समपेक्षते बाह्योपचारम्, ततः गच्छ निजगृहे, कुरु समीहितप्रयोजनम्' इति प्रज्ञाप्य समर्पितानि धौतवसनानि, अर्पितानि तदुचितानि वस्त्राऽऽभरणानि, दत्तानि कुङ्कुमादिविलेपनानि । साऽपि तानि गृहीत्वा परं हर्षमुद्वहन्ती गता स्वगृहम्। कृतः विवाहः,
પરંતુ પૂર્વજન્મના પુણ્ય-પ્રકર્ષના પ્રભાવે તમારા જેવાને તો પ્રતિદિવસ લીલાપૂર્વક ઓચ્છવ જ પ્રવર્તે છે.’
(3)
એમ ગોવાલણના કહેતાં જિનદાસ શેઠ બોલ્યો કે-‘હે ભદ્ર! જે કાંઇ પ્રયોજન હોય તે પ્રગટ શબ્દોમાં જણાવી દે.’ ત્યારે તે બોલી-‘અમારા ઘરે વિવાહ આરંભ્યો છે, તો તમારે ત્યાં ભોજન કરવું.’ શ્રેષ્ઠીએ કહ્યું-‘તેમાં શો દોષ છે? કરીશું, પરંતુ ઘરના બહુ કામમાં પ્રવૃત્ત હોવાથી અમે એક મુહૂર્ત્ત માત્ર પણ ઘર તજી શકતા નથી માટે તારે કાંઇ મનમાં સંતાપ ન ક૨વો પ્રાર્થના-ભંગથી થતું અપમાન પણ ન ગણવું, નિર્દાક્ષિણ્યની કલ્પના ન કરવી અને પૂર્વસ્નેહનો જરાપણ ત્યાગ ન કરવો; કારણ કે નિષ્કપટ સ્નેહાનુબંધ બાહ્ય ઉપચારની અપેક્ષા રાખતો નથી; માટે પોતાના ઘરે જા અને ઇષ્ટ પ્રયોજન હાથમાં લે.' એ પ્રમાણે સમજાવી, નવાં વસ્ત્રો, તેને ઉચિત વસ્ત્રાલંકારો તથા કુંકુમાદિ વિલેપનો શ્રેષ્ઠીએ તેને આપ્યાં. તે લઇ ૫૨મ હર્ષ પામતી ગોવાલણ પોતાના ઘરે આવી. ત્યાં વિવાહ