________________
पञ्चमः प्रस्तावः
७३५
अह एत्थ निमग्गा पावंति समीहियत्थं ता रे किं कयमिमेहिं मच्छ- कच्छवाईहिं आजम्मंपि सलिलावगाढेहिंति, किं बहुणा ?, मुयसु विसायं परिच्चयसु मरणाभिलासं, कुणसु नियकरणिज्जं, न एवंविहजणो कयंतवयणपविठ्ठोवि विवज्जइ । अह विणिवाओऽवि होज्ज ता विवण्णजीयं सरीरगं सलिलोवरि सयमेव ठाएज्जा । अओ अलं वाउलत्तणेणं, होउ परिदेविएणं ति । एत्थंतरे गुलुगुलियं गंधहत्थिणा, वज्जियं मंगलतूरं, पढियं बंदिणा रसियं सारसमिहुणेण । तओ तेहिं भणिओ-'भो भद्द ! एरिसनिमित्तेहिं अज्जवि सूइज्जइ से जीवियं ।' गोभद्देण भणियं'तुम्ह वयणसामत्थेण एवं हवउ ।' इय सो तेहिं मरणाओ वावत्तियचित्तो दो तिन्नि दिणाइं तत्थेव निवसिओ। अन्नदियहे य चिंतियमणेण, जहा- 'न जुत्तं एत्थावत्थाणं, जओ
वाणारसीवि वाणारसिव्व किंतइ सरीरमहिगं मे।
मंदाइणीवि मं दाइणिव्व दूमेइ पयदियहं ।।१।।
अथ अत्र निमग्नाः प्राप्नुवन्ति समीहिताऽर्थं तदा रे! किं कृतम् एभिः मत्स्य-कच्छपादिभिः आजन्म अपि सलिलाऽवगाढैः, किं बहुना ? मुञ्च विषादम्, परित्यज मरणाऽभिलाषम्, कुरु निजकरणीयम्, न एवंविधजनः कृतान्तवदनप्रविष्टोऽपि विपद्यते । अथ विनिपातोऽपि भवेत्तदा विवर्णजीवं शरीरं सलिलोपरि स्वयमेव तिष्ठेत् । अतः अलं व्याकुलत्वेन, भवतु परिदेवितेन' इति । अत्रान्तरे गुलगुलितं गन्धहस्तिना, वादितं मङ्गलतूरम्, पठितं बन्दिना, रसितं सारसमिथुनेन । ततः तैः भणितः 'भोः भद्र! एतादृशनिमित्तैः अद्यापि सूच्यते तस्य जीवितम्।' गोभद्रेण भणितं ' युष्माकं वचनसामर्थ्येन एवं भवतु । एवं सः तैः मरणतः व्यावर्तितचित्तः द्वे- त्रीणि दिनानि तत्रैव निवसितः । अन्यदिवसे च चिन्तितमनेन यथा न युक्तमत्र अवस्थानं, यतः
वाणारसी अपि वाणारसिः इव कृन्तति शरीरमधिकं मम ।
मन्दाकिनी अपि मां डाकिनी इव दूनोति प्रतिदिवसम् ||१||
હવે અહીં ડૂબવાથી જો વાંછિતાર્થની સિદ્ધિ થતી હોય, તો અરે! આ મત્સ્ય, કાચબા વિગેરેએ શો અપરાધ કર્યો? કારણ કે એ તો આજીવન પ્રવાહમાં જ પડ્યા છે. વધારે શું કહેવું? વિષાદ મૂક. મરણનો અભિલાષ તજી દે, તારું કર્તવ્ય ક૨. વળી એવા પ્રકારનો પુરુષ યમમુખમાં પ્રવિષ્ટ થયા છતાં મરણ ન પામે, તેમ છતાં કદાચ મરણ થઇ જાય તો જીવરહિત શરીર પોતાની મેળે પાણી પર તરી આવે, માટે વ્યાકુળતા કે વિલાપ કરવાથી શું?’ એવામાં ગંધહસ્તીએ ગર્જના કરી, મંગલ-વાઘ વાગ્યું, બંદી પડ્યો અને સા૨સ-મિથુને શબ્દ કર્યો. એટલે તેમણે જણાવ્યું કે-‘હે ભદ્ર! આવા નિમિત્તોથી હજી પણ સૂચન થાય છે કે તે જીવતો હોવો જોઈએ.’ ગોભદ્ર બોલ્યો‘તમારા વચન-સામર્થ્યથી એમ થાઓ.' એમ તેમણે ગોભદ્રને મરણથકી અટકાવ્યો. પછી તે ત્યાં જ બે-ત્રણ દિવસ રહ્યો. એવામાં એક દિવસે તેને વિચાર આવ્યો કે-‘અહો! હવે અહીં રહેવું યુક્ત નથી, કારણ કે
વાણા૨સી પણ એક તીક્ષ્ણ છુરીની જેમ મારા શરીરને અધિક અધિક છેદે છે અને મંદાકિની-ગંગા પણ પ્રતિદિવસ ડાકિનીની જેમ મને સતાવે છે; (૧)