________________
३४५
चतुर्थः प्रस्तावः
कहकहकहट्टहासोवलक्खगुरुरक्खलक्खदुप्पेच्छं । अइरुक्खरुक्खसंबद्धगिद्धपारद्धघोररवं ।।२।।
उत्तालतालसद्दुम्मिलंतवेयालविहियहलबोल ।
कीलावणं व विहिणा विणिम्मियं जमनरिंदस्स ।।३।। तत्थ य निरूविओ सल्लक्खणभूमिभागो घोरसिवेण, खित्तं च बलिविहाणं, कया खेत्तवालपडिवत्ती, खणिया वेइया भरिया खाइरंगाराणं मसाणसमुत्थाणं| भणिओ य राया-'अहो सो एस अवसरो ता दढमप्पमत्तो ईसाणकोणे हत्थसयदेससंनिविट्ठो उत्तरसाहगत्तणं कुणमाणो चिट्ठसु । अणाहूओ य मा पयमवि चलेज्जासित्ति पुणो पुणो निवारिय पेसिओ नरिंदो। गओ य एसो। घोरसिवेणावि आलिहियं मंडलं। निसन्नो तहिं। निबद्धं तहिं
कहकहकह-अट्टहासोपलक्षगुरुरक्षोलक्षदुर्पक्षम् । अतिरुक्षवृक्षसम्बद्धगृध्रप्रारब्धघोररवम् ।।२।।
उत्तालतालशब्दोन्मिलद्वेतालविहितकलकलम् ।
क्रीडावनमिव विधिना विनिर्मितं यमनरेन्द्रस्य ।।३।। तत्र च निरूपितः सल्लक्षणभूमिभागः घोरशिवेन, क्षिप्तं च बलिविधानम्, कृता क्षेत्रपालप्रतिपत्तिः, खनिता वेदिका, भृताः खदिराऽङ्गाराः स्मशानसमुत्थाः । भणितश्च राजा 'अहो! सः एषः अवसरः तस्माद् दृढमप्रमत्तः ईशानकोणे हस्तशतदेशसन्निविष्टः उत्तरसाधकत्वं कुर्वाणः तिष्ठ । अनाहूतः च मा पदमपि चालय इति पुनः पुनः निवार्य प्रेषितः नरेन्द्रः । गतश्च एषः । घोरशिवेनाऽपि आलिखितं मण्डलम् । निषण्णः तत्र। निबद्धं तत्र पद्माऽऽसनम् । कृतं सकलीकरणम् । निवेषिता नासावंशाग्रे दृष्टिः । कृतः प्राणाऽऽयामः ।
કોઇ સ્થળે હારપૂર્વક અટ્ટહાસ્ય વડે ઓળખાતા ઘણા રાક્ષસોને લીધે તે દુષ્પક્ષ્ય હતું, કોઇ સ્થાને મજબૂત વૃક્ષમાં રહેલા ગીધ પક્ષીઓ ઘોર અવાજ કરી રહ્યા હતા, (૨).
એક તરફ ઉંચેથી તાળીઓના ધ્વનિ સાથે એકત્ર થતા વેતાલો કોલાહલ મચાવી રહ્યા હતા. એમ તે મસાણ જાણે વિધાતાએ યમરાજા માટે લીલાવન બનાવ્યું હોય, તેવું ભાસતું હતું. (૩)
ત્યાં ઘોરશિવે સારા લક્ષણયુક્ત ભૂમિ શોધી, બળિવિધાન કર્યું, ક્ષેત્રપાલની પૂજા આચરી, વેદિકા ખોદી અને તેમાં સ્મશાનમાંના ખેરના અંગારા ભર્યા. પછી તેણે રાજાને કહ્યું-“અહો! તે આ અવસર છે. માટે અત્યંત અપ્રમત્ત થઇ, ઇશાન ખૂણે સો હાથ દૂર પ્રદેશમાં બેસી, ઉત્તરસાધકપણું કરતા રહો અને બોલાવ્યા વિના એક પગલું પણ ત્યાંથી ચાલશો નહિં.” એમ વારંવાર નિવારણ કરી, તેણે રાજાને મોકલ્યો. તેના ગયા પછી ઘોરશિવે એક કુંડાળું આળેખ્યું અને તેમાં બેસી તેણે પદ્માસન વાળ્યું. વળી બધા કરણ=અમુક અનુષ્ઠાન કરી, નાસિકાગ્ર દૃષ્ટિ સ્થાપીને