________________
५६०
श्रीमहावीरचरित्रम इओ य सोहम्मे देवलोए सोहम्माए सभाए अणेगदेवकोडिपरिवुडस्स सहस्सनयणस्स पुरओ जायंतेसु तियसेहिं समं विविहसमुल्लावेसु धीरत्तणगुणवन्नणपत्थावे भणियं पुरंदरेण'भो भो सुरा! अपुव्वं किंपि भयवओ वद्धमाणसामिस्स बालत्तणमणुपत्तस्सवि धीरत्तणं सरीरपरक्कमो य, जं न तीरइ केणावि बलपगरिसकलिएण देवेण दाणवेण वा सयमेव पुरंदरेण वा भेसिउं, परक्कमेण वा पराजिणिउंति। एवं च निसामिऊण एगो सुरो अच्चंतकिलिट्ठचित्तत्तणओ अतुच्छमिच्छत्तुच्छाइयविवेयत्तणओ य चिंतिउमारद्धो। कहं?
जह तह जंपियरम्मं सच्छंदुद्दामचिट्ठियसणाहं । मुक्काववायसंकं धन्ना पावंति सामित्तं ।।१।।
किं संभविज्ज एयं जं बालंपिहु न खोभिउं सक्का ।
अविचिंतणिज्जमाहप्पसालिणो देवदणुवइणो? ||२|| इतश्च सौधर्मे देवलोके सौधर्मायां सभायाम् अनेकदेवकोटिपरिवृत्तस्य सहस्रनयनस्य पुरतः जायमानेषु त्रिदशैः समं विविधसमुल्लापेषु धीरत्वगुणवर्णनप्रस्तावे भणितं पुरन्दरेण 'भोः भोः सुराः! अपूर्व किमपि भगवतः वर्धमानस्वामिनः बालत्वमनुप्राप्तस्याऽपि धीरत्वं शरीरपराक्रमश्च, यद् न तीर्यते केनाऽपि बलप्रकर्षकलितेन देवेन दानवेन वा स्वयमेव पुरन्दरेण वा भेषितुम्, पराक्रमेण वा पराजेतुम्' इति। एवं च निःशम्य एकः सुरः अत्यन्तक्लिष्टचित्तत्वाद् अतुच्छमिथ्यात्वोच्छादितविवेकत्वात् च चिन्तयितुम् आरब्धवान्। कथम् -
यथा तथा जल्पितरम्यं स्वच्छन्दोद्दामचेष्टासनाथम् । मुक्ताऽपवादशकं धन्याः प्राप्नुवन्ति स्वामित्वम् ।।१।।
किं सम्भावनीयमेतद् यद् बालमपि खलु न क्षोभयितुं शक्ताः ।
अविचिन्तनीयमाहात्म्यशालिनः देव-दैत्यपतयः? ।।२।। એવામાં સૌધર્મ દેવલોકની સૌધર્મા નામે સભામાં અનેક દેવકોટીથી પરવરલ દેવેંદ્રની આગળ દેવો સાથે વિવિધ વાર્તાલાપ થતાં, ધીરજ-ગુણના વર્ણન પ્રસંગે અંકે કહ્યું કે-“હે દેવો! ભગવાન વર્ધમાનસ્વામી બાલ્યાવસ્થામાં છતાં તેમનું ધીરત્વ અને પરાક્રમ કંઇ અપૂર્વ જ છે કે બળ-પ્રકર્ષયુક્ત કોઇ દેવ, દાનવ કે ઇંદ્ર પોતે પણ જેને ડરાવી શકે નહિ, અથવા પરાક્રમવડે જીતી શકે નહિ.' એ પ્રમાણે સાંભળતાં એક દેવ કે જે અત્યંત ક્લિષ્ટ પરિણામી અને અતુલ મિથ્યાત્વને લીધે વિવેકહીન હતો તેણે વિચાર કર્યો
જેમ તેમ બોલે છતાં રમણીય ગણાય, સ્વછંદ અને ઉદ્ધતાઇની ચેષ્ટા જેમાં ભરેલ હોય તેમજ નિંદાની જ્યાં આશંકા ન હોય એવા સ્વામિત્વને ધન્ય જનો પામી શકે. (૧)
અચિંત્ય માહાસ્યવાળા દેવ-દાનવોના સ્વામી ઇંદ્રો, બાળક છતાં જેને ક્ષોભ ન પમાડી શકે. એ શું સંભવિત छ? (२)