________________
चतुर्थः प्रस्तावः
५५१ विसिट्ठवत्थूणि भगवओ जम्मणभवणे उवणमेहि।' सोऽवि जंभगदेवेहिं सव्वं तहत्ति निव्वतेइ । पुणरविदेविंदो नियतियसेहिंतो सव्वत्थ एवं उग्घोसावेइ-'भो भो भवणवइ-वाणमंतर-जोइसियवेमाणिया देवा देवीओ य! सुणंतु भवंतो-जो किर तित्थयरस्स तित्थयरजणणीए वा असिवमणिटुं काउं संपहारेही तस्स अवस्सं अज्जगमंजरिव्व उत्तिमंगं सहस्सहा तडित्ति फुट्टिहित्ति । एवं च सव्वं काऊण विहिं भगवंतं पणमिऊण उप्पइओ नीलुप्पलसामलं गयणं पुरंदरो।।
अह उग्गयंमि दिणयरे पगासीभूयासु सयलदिसासु, वज्जिएसु गंभीरघोसेसु जयतूरेसु सुहपडि बुद्धा तिसला पेच्छइ सव्वालंकार विभूसियं, पवर सुरहि पारियायमंजरीपरिमलमिलंतालिवलयसामलियसरीरं, सुरहिगोसीसचंदणरसकयंगरागं जिणेसरं । इओ य सिद्धत्थनरिंदो सहरिसपधाविएण चेडीजणेण साहियतिहुयणच्छेरयरूवसुयजम्ममहूसवो
च विशिष्टवस्तूनि भगवतः जन्मभवने उपनयत। तदपि जृम्भकदेवैः सर्वं तथेति निर्वर्तितम् । पुनरपि देवेन्द्रः निजत्रिदशैः सर्वत्र एवं उद्घोषयति भोः भोः भवनपति-वानव्यन्तर-ज्योतिषिक-वैमानिकाः देवाः देव्यः च! श्रुणुत भवन्तः, यः किल तीर्थकरस्य तीर्थकरजनन्याः वा अशिवमनिष्टं कर्तुं सम्प्रधारयिष्यति तस्य अवश्यम् अर्जकमञ्जरी इव उत्तमाङ्गं सहस्रधा तडिति स्फुटिष्यति। एवं च सर्वं कृत्वा विधि भगवन्तं प्रणम्य उत्पतितः नीलोत्पलश्यामलं गगनं पुरन्दरः।
अथ उद्गते दिनकरे प्रकाशीभूतासु सकलदिक्षु, वादितेषु गम्भीरघोषेषु जयतूरेषु सुखप्रतिबुद्धा त्रिशला प्रेक्षते सर्वाऽलङ्कारविभूषितम्, प्रवरसुरभिपारिजातमञ्जरीपरिमलमिलदलिवलयश्यामलितशरीरम्, सुरभिगोशीर्षचन्दनरसकृताङ्गरागं जिनेश्वरम्। इतश्च सिद्धार्थनरेन्द्रः सहर्षप्रधावितेन चेटीजनेन कथितत्रिभुवनाश्चर्यरूपसुतजन्ममहोत्सवः चेटीजनस्य अपनीतदासत्वभावः आसप्तवेणि(पेढी इति भाषायाम्)
ભરો.' એટલે તેણે પણ જંભક દેવા પાસે બધું તે પ્રમાણે કરાવ્યું. ત્યારે ફરીને પણ દેવેંદ્ર પોતાના દેવો પાસે સર્વત્ર આ પ્રમાણે ઉદ્ઘોષણા કરાવી કે-“અરે ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવ-દેવીઓ! તમે બરાબર સાવધાન થઇને સાંભળો, જે કોઇ તીર્થકર કે જિનજનનીનું અશિવ કે અનિષ્ટ કરવાની ધારણા કરશે, તેનું શિર અર્જકમંજરીની જેમ સહસ્ત્ર પ્રકારે અવશ્ય તડતડાટ દઇને ફૂટી પડશે.” એ રીતે સર્વ વિધિ સાચવી, પ્રભુને પ્રણામ કરીને પુરંદર નીલોત્પલ સમાન શ્યામ એવા આકાશમાં ઉડ્યો.
હવે પ્રભાતે સૂર્યોદય થતાં, બધી દિશાઓમાં પ્રકાશ પ્રસરતા તથા ગંભીર ઘોષ કરતા જયવાજીંત્રો વાગતાં, ત્રિશલાદેવી સુખે પ્રતિબોધ પામ્યા. જાગ્રત થયા અને સર્વ અલંકારોવડે વિભૂષિત, પ્રવર સુગંધી પારિજાતમંજરીના પરિમલથી એકઠા થતા ભમરાઓવડે શરીરે શ્યામ દેખાતા, સુરભિ ગોશીર્ષ-ચંદનરસે લિપ્ત થયેલા એવા જિનેશ્વરને તેણે જોયા. એવામાં એકદમ દોડી જઇને દાસીઓએ સિદ્ધાર્થ નરેંદ્રને, ત્રિભુવનને આશ્ચર્ય પમાડનાર