________________
५०६
श्रीमहावीरचरित्रम् पक्खवाओ, पारद्धिलुद्धव्व कयसारमेयसंगहो, गेवेज्जयसुरजणोव्व अणिंदो, सारयसलिलंव अकलुसो निवसइ लोओ। जत्थ य चउद्दिसिंपि अणवरयवहंतऽरहट्ट-घडिमुहमुक्कसलिलसिच्चमाणाई, सव्वोउयफुल्लफलमणहराइं जंबू-जंबीर-खज्जूर-ताल-तमालपमुहतरुसंडमंडियाइं परिभूयनंदणवणाई सोहंति काणणाई। जं च संकेयठाणं व तिहुयणलच्छीए, समुप्पत्तिभूमिव्व विविहच्छेरयाणं, लीलाभवणं व सिंगारस्स, आवासोव्व धम्मस्स, मुहमंडणं व वसुंधरारमणीए। तत्थ य पुरंदरोव्व छिन्नभूधरपक्खो, मुणिव्व समरसोवओगो, सुरवारणोव्व दाणसित्तकरो, जलनिहिव्व समज्जायाणुवत्ती, अणेगनरिंदमउलिमालानमंसियकमकमलो, भुवणपसिद्धो सिद्धत्थो नाम नरिंदो।
इव अनीन्द्रः(अनिन्दः), शारदसलिलम् इव अकलुषः निवसति लोकः। यत्र च चतुदिक्ष्वपि अनवरतवहदरघट्टघटिमुखमुक्तसलिलसिच्यमानानि, सर्वर्तुकपुष्पफलमनोहराणि, जाम्बू-जम्बीर-खर्जूर-तालतमालप्रमुखतरुखण्डमण्डितानि परिभूतनन्दनवनानि शोभन्ते काननानि । यच्च सकेतस्थानमिव त्रिभुवनलक्ष्म्याः , समुत्पत्तिभूमिः इव विविधाऽऽश्चर्याणाम्, लीलाभवनमिव शृङ्गारस्य, आवासः इव धर्मस्य, मुखमण्डनम् इव वसुन्धरारमण्याः। तत्र च पुरन्दरः इव छिन्नभूधरपक्षः, मुनिः इव शमरसोपगतः(समरसोपयोगः), सुरवारणः इव दान(=मदजल) सिक्तकरः, जलनिधिः इव स्वमर्यादानुवर्ती अनेकनरेन्द्रमौलीमालानतक्रमकमलः, भुवनप्रसिद्धः सिद्धार्थः नामा नरेन्द्रः।
પ્રિય બોલનાર, કરુણા તત્પર, કુબેરની જેમ સતત દાનમાં રસિક, મહાવૃક્ષની જેમ પક્ષીઓના આધારરૂપ, પક્ષે ગુણી જનના પક્ષપાતી, શિકારીની જેમ કૂતરાનો સંગ્રહ કરનાર, પક્ષે સારા અને પરિમિત વસ્તુનો સંગ્રહ કરનાર, રૈવેયક દેવતાઓની જેમ સ્વામિત્વ રહિત, પક્ષે નિંદાવર્જિત તથા શરદઋતુના જલની જેમ અકલુષ-ક્લેશ રહિત હતા. તેમજ જ્યાં ચોતરફ સદા ખેંચાતા રેંટના ઘટોથી નીકળતા જળવડે સિંચન કરાતા, સર્વ ઋતુઓના ફળ-ફૂલથી મનોહર જાંબુ, જંબીર, ખજુરી, તાલ, તમાલપ્રમુખ વૃક્ષોથી યુક્ત, તથા નંદનવનને પરાસ્ત કરનાર એવાં ઉદ્યાનો શોભતા હતાં. તથા જે નગર ત્રિભુવનની લક્ષ્મીનું જાણે સંકેતસ્થાન હોય, વિવિધ આશ્ચર્યોની જાણે ઉત્પત્તિ-ભૂમિ હોય, શૃંગારનું જાણે લીલા-ભવન હોય, ધર્મનો જાણે આવાસ હોય અને વસુંધરા-રમણીનું જાણે મુખ-મંડન હોય તેવું શોભતું હતું. ત્યાં પુરંદરની જેમ ભૂધર-રાજા અથવા પર્વતના પક્ષને છેદનાર, મુનિની જેમ શમરસમાં લીન, પક્ષે સંગ્રામમાં સાવધાન, ઐરાવણની જેમ દાન-મદજળયુક્ત સૂંઢવાળો પક્ષે હાથ વાળો, સમુદ્રની જેમ મર્યાદામાં વર્તનાર, અનેક રાજાઓએ જેના ચરણ-કમળમાં પોતાના મસ્તક નમાવેલ છે તથા સર્વત્ર પ્રસિદ્ધ એવો સિદ્ધાર્થ નામે રાજા રાજ્ય કરતો હતો, કે