________________
४४२
श्रीमहावीरचरित्रम् ___ इओ य आयन्निऊण कुमारस्स विदेसगमणं सयलोऽवि नयरीजणो मुक्ककंठं विलविउमारद्धो । मंतिणोऽवि परिचत्तनीसेसरज्जवावारा, हरियसव्वस्ससारा इव विमणदुम्मणा गंतूण नरनाहं उवलंभिउं पवत्ता। कहं विय?
'तिलतुसमित्तंपिहु नियपओयणं अम्ह साहिउं देवो। पुट्विं करिंसु इण्हिं पव्वयमेत्तेऽवि नो पुट्ठा ।।१।।
ता देव! जुत्तमेयं काउं किं तुम्ह थेवकज्जेऽवि? |
रज्जभरधरणधीरो जमेस निव्वासिओ कुमरो ।।२।। किं एगदुट्ठकुंजरकएण नियजीयनिव्विसेसस्स |
पुत्तस्स एरिसगई विहिया केणावि नरवइणा? ||३|| इतश्च आकर्ण्य कुमारस्य विदेशगमनं सकलः अपि नगरीजनः मुक्तकण्ठं विलपितुम् आरब्धवान् । मन्त्रिणः अपि परित्यक्तनिःशेषराज्यव्यापाराः, हृतसर्वस्वसाराः इव विमनोदुर्मनाः गत्वा नरनाथमुपालब्धं प्रवृत्ताः। कथमिव? -
'तिलतुषमात्रमपि खलु निजप्रयोजनमस्माकं कथयित्वा देवः। पूर्वं कृतवान् इदानीं पर्वतमात्रेऽपि न पृष्टाः? ||१||
तस्माद् देव! युक्तमेतत् कर्तुं किं तव स्तोककार्येऽपि?|
राज्यभरधारणशीलः यदेषः निर्वासितः कुमारः ||२|| किम् एकदुष्टकुञ्जरकृते निजजीवनिर्विशेषस्य ।
पुत्रस्य एतादृग्गतिः विहिता केनाऽपि नरपतिना? ।।३।। હવે અહીં કુમારનું વિદેશ-ગમન સાંભળતાં બધાં નગરજનો મુક્તકંઠે વિલાપ કરવા લાગ્યા, તેમજ મંત્રીઓ પણ રાજ્યનો બધો કારભાર તજી દઇ, જાણે ઘરનું સર્વસ્વ ચોરાઈ ગયું હોય તેમ આકુળ વ્યાકુળ થતા તેઓ રાજા પાસે જઇને ઠપકો આપવા લાગ્યા કે
“એક તલના ફોતરા જેટલું પોતાનું પ્રયોજન પડતાં આપ અમને પ્રથમ જણાવીને કરતા અને અત્યારે પર્વત જેવા મોટા પ્રયોજનમાં પણ અમને પૂછ્યું નહિ. (૧)
તો હે દેવ! એમ કરવું, તમને શું ઉચિત હતું? કારણકે એક અલ્પમાત્ર કાર્યની ખાતર રાજ્ય-ભાર ધારણ કરવામાં ધીર એવા એ કુમારને દેશપાર કર્યો. (૨)
શું એક દુષ્ટ કુંજરના કારણે પોતાના જીવિત સમાન પુત્રની આવી ગતિ કોઇ રાજાએ કરી છે? (૩)