________________
३३
प्रथमः प्रस्तावः नियत्तो नियगामाभिमुहं, पत्तो य कालक्कमेण | पेसियाणि दारूणि नरिंदस्स। तओ पइदिणं अब्भस्संतो जिणधम्म, पज्जुवासंतो मुणिजणं, परिचिंतितो जीवाजीवाइणो नव पयत्थे, रक्खंतो पाणिगणं, बहु माणंतो साहम्मियजणं, सव्वायरेण पभावेंतो जिणसासणं कालं गमेइ । अण्णया य मरणपज्जवसाणयाए जीवलोयस्स, खणभंगुरत्तणओ सव्वभावाणं, तहाविहमवक्कमणकारणं पाविऊण सो सम्म परिपालियाविरयसम्मदंसणभावो कयपज्जंताराहणाविहाणो सुमरंतो पंचनमोक्कारं पंचत्तमुवगओत्ति ।
उववण्णो सोहम्मे पलियाउसुरो तओ सुदिठ्ठीओ। अंतोमुहत्तमेत्तेण पत्तपज्जत्तभावो य ।।१०२।।
निजग्रामाऽभिमुखम्, प्राप्तश्च कालक्रमेण | प्रेषितानि दारूणि नरेन्द्रस्य । ततः प्रतिदिनमभ्यस्यन् जिनधर्मम्, पर्युपासमानः मुनिजनम्, परिचिन्तयन् जीवाऽजीवादीन् नव पदार्थान्, रक्षयन् प्राणिगणम्, बहुमन्यमानः साधर्मिकजनम्, सर्वाऽऽदरेण प्रभावयन् जिनशासनं कालं गमयति। अन्यदा च मरणपर्यवसानतया जीवलोकस्य, क्षणभङ्गुरत्वात् सर्वभावानाम्, तथाविधं उपक्रमकारणं प्राप्त्वा सः सम्यक परिपालिताऽविरतसम्यग्दर्शनभावः कृतपर्यन्ताऽऽराधनाविधानः स्मरन् पञ्चनमस्कारं पञ्चत्वमुपगतः इति ।
इति प्रथमः भवः
उपपन्नः सौधर्मे पल्योपमायुष्कसुरः ततः सम्यग्दृष्टिः । अन्तर्मुहूर्तमात्रेण प्राप्तपर्याप्तभावश्च ।।१०२।।
ગામ તરફ પાછો વળ્યો અને અનુક્રમે સ્વસ્થાને આવી પહોંચતાં તેણે બધાં કાષ્ઠ રાજાને મોકલી આપ્યાં, ત્યારથી પ્રતિદિન જિનધર્મનો અભ્યાસ કરતાં, મુનિજનોની ભક્તિ સાધતાં, જીવાજીવાદિક નવ પદાર્થો ચિંતવતાં, જીવદયા પાળતાં, સાધર્મિક બંધુઓનું બહુમાન કરતાં અને અત્યંત આદરપૂર્વક જિનશાસનનો મહિમા વધારતાં તે નયસાર કાળ નિર્ગમન કરવા લાગ્યો.
એકદા જીવલોક મરણને આધીન હોવાથી અને સર્વ પદાર્થોના ક્ષણભંગુરપણાથી, તથા પ્રકારનું ઉપક્રમણકારણ પામતાં તે નયસાર બરાબર સમ્યગ્દર્શનનું નિરંતર પાલન કરી, પ્રાંતે આરાધના આચરી, પંચ નમસ્કારનું સ્મરણ કરતાં તે મૃત્યુ પામ્યો.
પ્રથમ ભવ પૂર્ણ. હવે ત્યાંથી મરણ પામતાં સમ્યગ્દષ્ટિ નયસારનો જીવ સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં એક પલ્યોપમના આઉખે અને અંતર્મુહૂર્તમાત્રમાં તે પર્યાપ્તભાવને પામ્યો. (૧૦૨)