________________
तृतीयः प्रस्तावः
२८७
पडिवन्ना सव्वविरई, केहिंवि परिग्गहियं सम्मदंसणं, अन्नेहिं अंगीकया देसविरई, अन्ने य छिन्नसंसया जाया बहवे पाणिणो । हलहर-नारायणेहिंवि अणाचक्खणिज्जं पमोयभरमुव्वहंतेहिं पडिवन्नं सम्मत्तरयणं। अह समइक्कंताए पोरिसीए वंदिऊण जयगुरुं गया निययावासं । भयवंपि अन्नत्थ विहरिओ ।
एवं च वच्चंतंमि काले अच्चंतसुहसागरावगाढस्स तिविडुराइणो एगया समागया परिभूयकिन्नरकंठा गायणा, तेहि य पदंसियं गीयकोसल्लं, हरियं हिययं तिविट्टुस्स, अन्नं चगीउग्गारो तेसिं जस्स मणागंपि विसइ सवणंमि । उज्झियनियवावारो चित्तलिहिउव्व सो सुणइ ||१||
अच्छउ दूरे एयं तिरियाविहु तेसि गेयवसणेणं । निम्मीलियच्छिओ उच्छहंति नो भोयणाईसु ।।२।।
सर्वविरतिः, कैः अपि परिगृहीतं सम्यग्दर्शनम्, अन्यैः अङ्गीकृता देशविरतिः, अन्ये च छिन्नसंशयाः जाताः बहवः प्राणिनः। हलधर-नारायणाभ्यामपि अनाचक्ष्यं प्रमोदभरमुद्वहद्भ्यां प्रतिपन्नं सम्यक्त्वरत्नम्। अथ समतिक्रान्तायां पौरुष्यां वन्दित्वा जगद्गुरुं गतौ निजाऽऽवासम् । भगवान् अपि अन्यत्र विहृतः ।
एवं च व्रजति काले अत्यन्तसुखसागराऽवगाढस्य त्रिपृष्ठराज्ञः (सतः) एकदा समागताः परिभूतकिन्नरकण्ठाः गायकाः। तैः च प्रदर्शितं गीतकौशल्यम्, हृतं हृदयं त्रिपृष्ठस्य । अन्यच्च -
गीतोद्गारः तेषां यस्य मनागपि विशति श्रवणयोः । उज्झितनिजव्यापारः चित्रलिखितः इव सः शृणोति ||१||
अस्तु दूरं एतत् तिर्यञ्चः अपि खलु तेषां गेयव्यसनेन । निमिलिताऽक्षयः उत्सहन्ते नो भोजनाऽऽदिषु ।।२।।
ત્યાગ કરી સર્વવિરતિ સ્વીકારી, કેટલાકોએ સમકિત ગ્રહણ કર્યું, કેટલાકોએ દેશિવરિત લીધી, ઘણા લોકોના સંશયો દૂર થયા, અતુલ પ્રમોદને ધારણ કરતા અચલ અને ત્રિપૃષ્ઠે સમકિત રત્ન ગ્રહણ કર્યું. પછી પોરસી વ્યતીત થતાં (= ધર્મદેશના પૂર્ણ થતા) પ્રભુને વાંદીને તેઓ પોતાના આવાસે ગયા અને ભગવંતે પણ અન્યત્ર વિહાર કર્યો.
એ રીતે દિવસો વ્યતીત થતાં અત્યંત સુખ-સાગરમાં નિમગ્ન થયેલ-વાસુદેવની સભામાં એકદા કિન્નરોના કંઠને પરાસ્ત કરનાર એવા ગાયકો આવ્યા. તેમણે પોતાનું ગીત-કૌશલ્ય બતાવતાં ત્રિપૃષ્ઠનું હૃદય હરી લીધું, કારણ કે તેમનો ગીતોદ્ગાર લેશ પણ જેના કાનમાં દાખલ થતો, તે પોતાનાં અન્ય કાર્યને તજી જાણે ચિત્રમાં આળેખાઇ ગયેલ હોય તેમ સ્તબ્ધ બનીને સાંભળતા. (૧)
અરે! એ તો દૂર રહો, પરંતુ તિર્યંચો પણ તેમના ગીતને આધીન થઇ, આંખો મીંચીને ભોજનાદિકની પણ દરકાર કરતા ન હતા. (૨)