________________
२५७
तृतीयः प्रस्तावः
मुणिवि तं निज्जियं जायकोवुग्गमो, भिउडिभीमाणणो पायडो नं जमो। अयलु पयलंतहलमुसलदिव्वाउहो, सिग्घवेगेण सत्तूण ठिओ संमुहो ।।८।। तयणु चिरलद्धजयवायगव्वुद्धरा, ते नरिंदा समुव्बूढदढमच्छरा। सेल्ल-नाराय-सरनिरयमेलंतया, अयलपासंमि वच्चंति वग्गंतया ।।९।। हरिसभरतडयडुत्तुट्टकंकडगुणो, सो य ते पेच्छिउं बाढमखुभियमणो । जंपए रे लहुं चयह चक्खुप्पहं, कीस वच्चह विणा कारणं जमगिहं? ||१०|| किं न भो नियह मह लंगलं सियसिहं, कुवियकीणासजीवं व अइदुस्सहं । वइरिवच्छत्थलीविलिहणुड्डामरं, जस्स कंतीहिं अरुणिज्जए अंबरं ।।११।।
ज्ञात्वा तं निर्जितं जातकोपोद्गमः, भृकुटीभीमाऽऽननः प्रकटः (नं) यमः। अचलः प्रचलद्हल-मुशलदिव्याऽऽयुधः, शीघ्रवेगेन शत्रूणां स्थितः सम्मुखः ।।८।। तदनु चिरलब्धजयवादगर्वोद्भूराः, ते नरेन्द्राः समुद्ढदृढमत्सराः । बाण-नाराच-शरनिरतमेलयन्तः, अचलपार्श्वे व्रजन्ति वल्गन्तः ।।९।।
हर्षभर'तड्तड्'त्रुटत्कङ्कटगुणः, सः च तान् प्रेक्ष्य बाढं अक्षुब्धमनाः। जल्पति रे! लघु त्यजत चक्षुपथम्, कथं व्रजत विना कारणं यमगृहम् ।।१०।। किं न भोः पश्यत मम लाङ्गलं श्वेतशिखम्, कुपितकीनाशजीवमिव अतिदुःसहम् । वैरिवक्षस्थलविलेखनोड्डामरम्, यस्य कान्तिभिः अरुणायते अम्बरम् ।।११।।
એમ તેને પરાજિત સમજી પ્રગટ થયેલ કોપ અને ભ્રકુટીથી ભીષણ બનેલ મુખવડે સાક્ષાત્ યમ સમાન ભાસતો એવો અચલકુમાર પોતાના હળ અને મુશળ દિવ્યાયુધને ચલાવતો સત્વર શત્રુની સામે આવીને ઉભો રહ્યો. (८)
ત્યારે લાંબા કાળથી પ્રાપ્ત કરેલ જયવાદના ગર્વથી અભિમાની બનેલા, દઢ મત્સરને ધારણ કરતા અને શલ્ય, બાણ, પ્રમુખ શસ્ત્રોને મૂકતા એવા તે રાજાઓ ગર્વથી ગાજતા, અચલ પાસે આવ્યા, (૯)
જેથી અચલને હર્ષનો આવેશ આવતાં તેના કવચના સાંધા તૂટી પડ્યા અને તેમને જોતાં મનમાં જરાપણ ક્ષોભ પામ્યા વિના તે ભારે શોચ કરતો બોલ્યો-“અરે! તમે સત્વર મારા ચક્ષુપથથી દૂર થઇ જાઓ. વિના કારણે તમે યમના ઘરે જવાને શા માટે તૈયાર થયા છો? (૧૦)
અરે! શ્વેત શિખાવાળા અને કોપાયમાન કીનાશના જીવ સમાન અતિ દુસ્સહ એવા મારા હળને તમે શું જોઇ શકતા નથી? વળી જે શત્રુના વક્ષસ્થળને ચીરવામાં સમર્થ અને જેની કાંતિથી આકાશ લાલ થાય છે, (૧૧)