________________
२४१
तृतीयः प्रस्तावः
इइ वुत्ते पयावइणा आहूओ नरिंददूओ, भणिओ य सामवयणेहिं, जहा-'भद्द! गच्छ तुमं साहेसु आसग्गीवस्स, अणुचिया तुम्ह सेवाए कुमारा, पयावई सयमेव ओलग्गिहित्ति। दूएण भणियं-'भो पयावइ! किमेवं पित्तपलाविओ इव पुणरुत्तं वाहरसि? कुमारे पेसेसु, जुज्झसज्जो वा हवसु। एस देवस्स आएसोत्ति भणिऊण निग्गओ दूओ, अंतरे य दुव्वयणायन्नणेण रुद्रुण तिविठ्ठणा कुमारेण निठुरलट्ठि-मुट्ठिप्पहारेहिं हणिऊण कंठे घेत्तण य अवद्दारेण निद्धाडिओ, पत्तो य कमेण आसग्गीवनरिंदमंदिरं। निवेइओ निस्सेसो पयावइवइयरो। तमायन्निऊण परिकुविओ राया, खुभिया य सहा, कहं?
अणवरयविणिंतुद्दामसेयबिंदुब्भडं मुहं सुहडो। परिमुसइ कोऽवि कोवुग्गमेण अहियं दुरालोयं ।।१।।
इत्युक्ते प्रजापतिना आहूतः नरेन्द्रदूतः, भणितश्च सौम्यवचनैः यथा 'भद्र! गच्छ त्वं, कथय अश्वग्रीवस्य, अनुचितौ तव सेवायै कुमारौ, प्रजापतिः स्वयमेव अवलगिष्यति।' दूतेन भणितं 'भोः प्रजापतिः! किमेवं पित्तप्रलापितः इव पुनरुक्तं व्याहरसि? कुमारौ प्रेष, युद्धसज्झः वा भव । एषः देवस्य आदेशः' इति भणित्वा निर्गतः दूतः, अन्तरे च दुर्वचनाऽऽकर्णनेन रुष्टेन त्रिपृष्ठेन कुमारेण निष्ठुरयष्टि-मुष्टिप्रहारैः हत्वा कण्ठे धृत्वा च अपद्वारेण निर्धाटितः, प्राप्तश्च क्रमेण अश्वग्रीवनरेन्द्रमन्दिरम् । निवेदितः निःशेषः प्रजापतिव्यतिकरः । तमाकर्ण्य परिकुपितः राजा, क्षुब्धा च सभा, कथम्? -
अनवरतविनिर्गच्छदुद्दामस्वेदबिन्दूद्भटे मुखं सुभटः । परिमुष्णाति कोऽपि कोपोद्गमेन अधिकं दुरालोकम् ।।१।।
એમ મંત્રીઓના કહેવાથી પ્રજાપતિએ દૂતને બોલાવીને શાંત વચનથી કહ્યું- હે ભદ્ર! તું જઇને અશ્વગ્રીવને કહે કે-“કુમારો તમારી સેવા સાધવાને યોગ્ય નથી, માટે પ્રજાપતિ પોતે જ આવવા ધારે છે.' દૂત બોલ્યો-“અરે પ્રજાપતિ! પિત્તથી પામર બનેલા પુરુષની જેમ વારંવાર આમ શું બોલે છે? તું કુમારોને મોકલ અથવા તો યુદ્ધ કરાવને તૈયાર થઇ જા એવો સ્વામીનો આદેશ છે.' એમ કહીને દૂત બહાર નીકળ્યો, એટલે દુર્વચન સાંભળવાથી રુષ્ટ બનેલ ત્રિપૃષ્ઠ કુમારે મજબૂત લાકડી, મુષ્ટિના પ્રહારથી હણી, ગળાથી પકડીને, પાછળના કારમાર્ગે તેને કહાડી મૂક્યો. પછી તે અનુક્રમે અશ્વગ્રીવ નરેંદ્રના ભવનમાં આવ્યો અને તેણે પ્રજાપતિનો બધો પ્રસંગ રાજાને કહી સંભળાવ્યો, જે સાંભળતાં રાજા ભારે કોપાયમાન થયો અને સભા આ પ્રમાણે ક્ષોભ પામી
કોઇ સુભટ કોપ પ્રગટ થવાથી અધિક દુઃપ્રેક્ષ્ય થયેલ અને સતત ઉત્પન્ન થતા પરસેવાના બિંદુથી ઉભટ બનેલ એવું પોતાનું મુખ લુંછવા લાગ્યો. (૧)