________________
२३६
श्रीमहावीरचरित्रम् एवमायन्निऊण य खुभिओ मणमि राया, चिंतिउमाढत्तो-'अहो पडिपुन्नं नेमित्तिगाइष्टुं संपइ संविहाणगदुगं। ता निच्छियं पयावइसुआओ मम भयं। किं पुण कायव्वं?, निवडइ इयाणिं जमरायस्स दंडो, विहडइ सुदढगुणरज्जुनिगडियावि रायलच्छी, विलोटुंति दाणमाणवसीकयावि सेवगा। विवरंमुहे विहिंमि किं किं न वा होइ?, केवलं अज्जवि न मोत्तव्वा बुद्धिपुरिसयारा, जेण एएहिं भाविणोऽवि अणत्या उवहणिज्जंति, गलियाओवि संपयाओ पुणरवि पाउब्भवंति। तम्हा न जुत्तमुवेक्खणं, जावज्जवि लहुओ वाही ताव चिगिच्छणिज्जो, नहि लहुओत्ति जलणफुलिंगो न डहइ केलासगिरिगरुयंपि दारुरासिं, न वा परिब्भविज्जमाणोवि दिट्ठिविसभुयंगपोयगो न विणासं पयच्छेज्जा | ता इमं पत्तकालंते पयावइसुए उवलोभपुव्वयमिह आणावेऊण विस्संभिऊण य दाणसम्माणाईहिं विणासाविज्जंतित्ति संपहारिऊण य तेसिं आणयणनिमित्तं वाहरिओ दूओ, भणिओ यक्षुभितः मनसि राजा, चिन्तयितुं आरब्धः 'अहो! प्रतिपूर्णं नैमित्तिकाऽऽदिष्टं सम्प्रति संविधानकद्विकम् । तस्माद् निश्चितं प्रजापतिसुततः मम भयम्। किं पुनः कर्तव्यम्? निपतति इदानीं यमराजस्य दण्डः, विघटते सुदृढगुणरज्जुनिगडिताऽपि राजलक्ष्मी, विलुठन्ति दान-मानवशीकृताः अपि सेवकाः। विपराङ्मुखे विधौ किं किं न वा भवति? केवलं अद्याऽपि न मोक्तव्याः बुद्धिपुरुषकाराः, येन एतैः भाविनः अपि अनर्थाः उपहन्यन्ते, गलिताः अपि सम्पदः पुनरपि प्रादुर्भवन्ति । तस्मान्न युक्तमुपेक्षणम्, यावद् अद्यापि लघुः व्याधिः तावत् चिकीर्षणीयः, न हि लघुः इति ज्वलनस्फुलिङ्गः न दहति कैलाशगिरिगुरुमपि दारुराशिम्, न वा परिभाव्यमाणः अपि दृष्टिविषभुजङ्गपोतः न विनाशं प्रयच्छेत् । तस्माद् अयं प्राप्तकालः - तौ प्रजापतिसुतौ उपलोभपूर्वकम् इह आनीय विश्रम्भ्य च दान-सन्मानाऽऽदिभिः विनाशयिष्येताम् इति सम्प्रधार्य च तयोः आनयननिमित्तं व्याहृतः दूतः, भणितश्च 'अरे! प्रजापतिम् एवं भणिष्यसि-त्वं खलु असमर्थ सेवायाम,
જે સાંભળતાં રાજા મનમાં ક્ષોભ પામી વિચારવા લાગ્યો-“અહો! નૈમિત્તિકે કહેલ બંને નિશાની અત્યારે સાબિત થઇ, માટે પ્રજાપતિના પુત્રથી મને અવશ્ય ભય છે, પરંતુ હવે કરવું શું? અત્યારે તો યમરાજાનો દંડ માથે આવી પડ્યો. અત્યંત દઢ ગુણરૂપ રજુદોરડીથી બંધાયેલ છતાં રાજલક્ષ્મી ચાલી જવાની છે, દાન અને માનથી વશ કરેલા સેવકો પલટાઈ જશે, અથવા તો વિધિ વિપરીત થતાં શું શું થતું નથી, પરંતુ હજી પણ બુદ્ધિપૂર્વકનો પુરુષાર્થ મૂકવાનો નથી, કારણ કે એનાથી ભાવી અનર્થો પણ વિનાશ પામે છે, નષ્ટ થયેલ સંપદાઓ પણ પાછી પ્રગટ થાય છે, માટે ઉપેક્ષા કરવી કોઇ રીતે યુક્ત નથી. અલ્પ વ્યાધિની પણ વાવજીવ ચિકિત્સા કરવી જોઇએ. અગ્નિકણ અલ્પ છતાં કૈલાસ પર્વતના કાષ્ઠ-સમૂહને ન બાળી શકે એવું નથી, અથવા તો હેરાન ન કરો છતાં દ્રષ્ટિવિષ ભુજંગનું બચ્ચું વિનાશ ન પમાડે તેવું પણ નથી, માટે અત્યારે એ જ ઉચિત છે કે પ્રજાપતિના પુત્રોને લાલચ બતાવી, અહીં બોલાવી અને દાન, માનાદિકથી વિશ્વાસ પમાડી, તેમનો વિનાશ કરું.' એમ ધારી તેમને લાવવા માટે દૂતને બોલાવીને રાજાએ જણાવ્યું-“અરે! પ્રજાપતિને એમ કહે કે “તમે સેવા સાધવાને અસમર્થ છો,