________________
प्रथमः प्रस्तावः
मूयाए पियमित्तो चक्कित्तं संजमं च अणुचरिउं। छत्तग्गाए नंदण नरनाहत्तं च पव्वज्जं ।। २३ ।।
परिपालिय वीसइकारणेहिं तित्थाहिवत्तमज्जिणिउं । पाणयकप्पा चविउं कुंडग्गामंमि नयरंमि | | २४।।
सिद्धत्थरायपुत्तो होउं जंतूणमुद्धरणहेउं । सव्वविरइं पवज्जिय दुव्विसहपरीसहे सहिउं । ।२५ । ।
केवललच्छिं लहिउं संपत्तो मोक्खसोक्खमक्खंडं ।
अट्ठहिं पत्थावेहिं सिद्धंताओ तह कहेमि । । २६ ।। द्वादशभिः कुलकम् ।।
मूकायां प्रियमित्रः चक्रित्वं संयमं च अनुचर्य । छत्रकायां नन्दनः नरनाथत्वं च प्रव्रज्यां ||२३||
परिपाल्य विंशतिकारणैः तीर्थाधिपत्वमर्जयित्वा । प्राणतकल्पात् च्युत्वा कुण्डग्रामे नगरे ।।२४।।
७
सिद्धार्थराजपुत्रः भूत्वा जन्तूनाम् उद्धरणहेतुम् । सर्वविरतिं प्रव्रज्य दुर्विषहपरीषहान् सहित्वा ।। २५ ।।
केवललक्ष्मीं लब्ध्वा सम्प्राप्तः मोक्षसौख्यमखण्डम् ।
अष्टभिः प्रस्तावैः सिद्धान्तात् तथा कथयामि ।। २६ ।। द्वादशभिः कुलकम् ।।
ત્યાંથી મૂકા નગરીમાં પ્રિયમિત્ર નામે ચક્રવર્તી થયા, ત્યાં ચારિત્રનું પરિપાલન કરીને, ત્યાંથી છત્રા નગરીમાં નંદન નામે રાજા થયા, ત્યાં પણ તેણે પ્રવ્રજ્યા પાલન કરી અને વીશ સ્થાનક તપ આદરી તીર્થંકર નામકર્મનું ઉપાર્જન કર્યું, ત્યાંથી પ્રાણત નામે દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. પછી ત્યાંથી ચ્યવી ક્ષત્રિયકુંડ નગરમાં સિદ્ધાર્થ રાજાનો પુત્ર થઈને જીવોનો ઉદ્ધાર કરવા તેમણે સર્વવિરતિ આદરી અને બાવીસ પરીષહ સહન કરી, (૨૫)
કેવળ-કમળા પામી, અખંડ મોક્ષસુખ પામ્યા. એ પ્રમાણે પરમ પવિત્ર મહાવીરનું અદ્ભુત ચરિત્ર જેમ કહેવામાં આવેલ છે, તેમ હું સિદ્ધાંતના આધારે આઠ પ્રસ્તાવમાં કહીશ. (૨૬)