________________
१६०
श्रीमहावीरचरित्रम ता पुत्त! पत्तकालं अवजसपंकप्पसमणगजलकप्पं ।
जरविहुरंगरसायणमहुणा सरणं रणे मज्झ ।।४२।। एवं च रण्णा सिट्टे कोवदट्ठोठ्ठपुडो उठ्ठिऊण निवडिओ चरणेसु कुमारो, विन्नविउमाढत्तो य-'ताय! मुंचह कोवसंरंभं । केत्तियमेत्तो सो दुरायारो? । न हि लीलादलियमत्तमायंगकुंभत्थलो केसरी समोत्थरइ गोमाउयं, नियकुलसिलोच्चयसमुच्च-सिहरदलणदुल्ललियं निवडइ एरंडकंडे सहस्सनयणकुलिसं । नेव य पडिपुण्ण-मंडलहरिणंकदिणयरकवलणलालसो गिलइ तारयजालं गहकल्लोलो। ता पसीयह, विरमह तुम्हे, देह ममाएसं, अवणेमि तुम्ह पसाएण तस्स धट्ठसोंडीरिमस्स भुयदंडकंडु। न य अम्हारिसेसु विज्जमाणेसु जुत्तमेयं तायस्स। तुम्ह पयावोच्चिय साहेइ कज्जाइं। तहाहि
तस्मात् पुत्र! प्राप्तकालम् अपयशोपङ्कप्रशमनकजलकल्पम्।
जराविधूराङ्गरसायणम् अधुना शरणं रणं मम ।।४२।। एवं च राज्ञा शिष्टे कोपदष्टौष्टपुटः उत्थाय निपतितः चरणयोः कुमारः, विज्ञप्तुम् आरब्धवान् च 'तात! मुञ्च कोपसंरम्भम्। कियन्मात्रः सः दुराचारः?। न खलु लीलादलितमत्तमातङ्गकुम्भस्थलः केसरी समवस्तरति गोमायुम्, (न च) निजकुलशिलोच्चयसमुच्चशिखरदलनदुर्ललितं निपतति एरण्डकाण्डे सहस्रनयनकुलिशम् । नैव च प्रतिपूर्णमण्डलहरिणाङ्क-दिनकरकवलनलालसः गलति तारकजालं राहुः । तस्मात् प्रसीद, विरम त्वम्, देहि मम आदेशम्, अपनयामि तव प्रसादेन तस्य धृष्टशौण्डीरस्य भुजादण्डकण्डुम्। न च अस्मादृशेषु विद्यमानेषु युक्तमेतत् तातस्य । तव प्रतापः एव साधयिष्यति कार्याणि । तथाहि
માટે હે પુત્ર! અત્યારે મારે હવે અપયશરૂપ કાદવને ધોવામાં જળ સમાન, અને જરાથી દુઃખી લોકોને રસાયનરૂપ એવું રણાંગણનું શરણ લેવું ઉચિત છે.' (૪૨)
એ પ્રમાણે રાજાએ કહેતાં કોપથી ઓષ્ઠપુટને દબાવીને કુમાર ઉઠ્યો અને રાજાના પગે પડીને વિનંતિ કરવા લાગ્યો કે- હે તાત! આ કોપનો આવેગ તજી ઘો. તે દુરાચારી શું માત્ર છે? પોતાની લીલામાત્રથી મત્તેહાથીના કુંભસ્થળોને દળી નાખનાર એવો સિંહ કાંઇ શિયાળ સામે ન જ જાય. પોતાના કુળપર્વતોના ઉંચા શિખરોને દળવામાં સમર્થ એવું ઇંદ્રનું વજ કાંઇ એરંડાપર પડે? પૂર્ણચંદ્ર તથા સૂર્યને ગળી જવામાં અભિલાષી એવા ગ્રહો કાંઇ તાજાસમૂહને ગળવાને ઇચ્છે? માટે હે તાત! તમે પ્રસન્ન થઇને એ સાહસથી વિરામ પામો અને મને આદેશ આપો કે જેથી આપના પ્રસાદથી, ખોટી રીતે બળ બતાવનાર એવા તેના ભુજદંડની ખરજ-ખુજલીને દૂર કરું. વળી અમારા જેવા વિદ્યમાન છતાં તાતને આવા સાહસમાં ઉતરવું યોગ્ય નથી. ખરી રીતે તો તમારો પ્રતાપ જ કાર્યોને સાધે છે. કારણકે