________________
१४०
श्रीमहावीरचरित्रम अह ततीयपत्थावो तिइंडिभवसमेया भणिया वत्तव्वया य मिरिइस्स |
एत्तो य जहावित्तं साहिज्जइ विस्सभूइस्स ।।१।। इहेव जंबुद्दीवे दीवे भारहवाससिरसेहरोवमे, पइदिणभवंतविविहमहूसवे, नीसेसनयर-विक्खाए रायगिहे नयरे पढमो सोंडीरचक्कस्स, वल्लहो गुणिवग्गस्स, सम्मओ पयइलोयस्स, पाणप्पिओ पणइजणस्स, भुयदंडलीलारोवियभूमिभारो, विसुद्धबुद्धिपगरिसवीमंसियधम्मवियारो विस्सनंदी नाम नराहिवो। मयणलेहा नाम से भारिया। विसाहनंदी कुमारो। तहा परूढगाढ-पेम्माणुबंधो सरीरमेत्तविभिण्णो विसाहभूती जुवराया। तस्स रूवाइगुणरयणरोहणधरिणी धारिणी नाम देवी।
अथ तृतीयप्रस्तावः त्रिदण्डिभवसमेता भणिता वक्तव्यता च मरीचेः।
इतश्च यथावृत्तं कथ्यते विश्वभूतेः ।।१।। इहैव जम्बूद्वीपे द्वीपे भरतवर्षशिरोशेखरोपमे, प्रतिदिनभवद्विविधमहोत्सवे, निःशेषनगरविख्याते राजगृहे नगरे प्रथमः शौण्डीर्यचक्रस्य, वल्लभः गुणिवर्गस्य, सम्मतः प्रकृतिलोकस्य, प्राणप्रियः प्रणयिजनस्य, भुजादण्डलीलाऽऽरोपितभूमिभारः, विशुद्धबुद्धिप्रकर्षविमृष्टधर्मविचारः विश्वनन्दी नामकः नराधिपः । मदनरेखा नामिका तस्य भार्या । विशाखानन्दी कुमारः। तथा प्ररूढगाढप्रेमाऽनुबन्धः शरीरमात्रविभिन्नः विशाखाभूतिः युवराजः । तस्य रूपादिगुणरत्नरोहणधरणि धारिणी नामिका देवी।
પ્રસ્તાવ ત્રીજો, ભવ સોળમો, વિશ્વભૂતિનું ચરિત્ર. મરીચિની ત્રિદંડીના ભવની વાત જણાવી. અને હવે વિશ્વભૂતિનું ચરિત્ર જેવું હતું તેવું કહીએ છીએ. (૧)
આ જ જંબુદ્વીપમાં આવેલ ભરતક્ષેત્રરૂપી મસ્તકના મુગટ સમાન, પ્રતિદિન થતા વિવિધ મહોત્સવોથી શોભાયમાન અને સમસ્ત નગરોમાં વિખ્યાત એવા રાજગૃહ નામના નગરમાં પરાક્રમી જનોમાં અગ્રેસર, ગુણવંતોને વલ્લભ, પ્રજાવર્ગને માનનીય, સ્નેહી-સંબંધી જનોને પ્રાણપ્રિય, પોતાના ભુજદંડ પર જેણે લીલાથી ભૂમિભાર આરોપણ કરેલ છે અને વિશુદ્ધ બુદ્ધિના પ્રકર્ષથી ધર્મતત્ત્વનો વિચાર કરનાર એવો વિશ્વનંદી નામે રાજા હતો, તેને મદનલેખા નામે રાણી હતી અને વિશાખનંદી નામે કુમાર હતો, તેમજ ગાઢ પ્રેમાનુબંધ ધરાવનાર અને શરીરમાત્રથી વિભિન્ન એવો વિશાખભૂતિ નામે યુવરાજ હતો. તે વિશાખભૂતિને રૂપાદિ ગુણ-રત્નને ધારણ કરવામાં રોહણાચલની ભૂમિ સમાન એવી ધારિણી નામે પ્રિયા હતી.