________________
१०८
श्रीमहावीरचरित्रम् ___ सो कविलो सन्निवायाभिभूओ इव परमोसहं, महागहपरिग्गहिओ इव तहाविहं मंतकिरियं, पुव्ववुग्गाहिओ इव सम्मपरिकहणं महापबलमिच्छत्तणओ न पडिवण्णो मणागपि समणधम्मं । तओ मिरिइणा चिंतियं-'न ताव परिगिण्हइ एस जइधम्मं । ममावि छत्तगाइपरियरुव्वहणे, गामंतरगमणे, सरीरगेलण्णे अचंतिगपओयणे एगेण सहाइणा कज्जमत्थि। तम्हा पव्वामि एयंति चिंतिऊण कविलो गाहिओ नियदिक्खं, सिक्खविओ किंपि बझं कट्ठाणुट्ठाणं । एवं च सो नियंसियकासायवत्थजुयलो, पाणिपरिग्गहियतिदंडो, पवित्तिगापमुहोवगरणपरियरिओ गामाणुगामं पियरं व, देवयं व, सामियं व, परमोवगारिणं व, रयणनिहाणदेसगं व, जीवियदायारं व मिरिइं पज्जुवासंतो परिभमइत्ति । एवं च काले वोलंतंमि मिरिई चउरासीइं पुव्वसयसहस्साइं सव्वाउयं पालइत्ता अणालोइयपडिक्कंतनियदुच्चरिओ कालं काऊण बंभलोए कप्पे दससागरोवमाऊ देवो जाओत्ति। ___सः कपिलः सन्निपाताऽभिभूतः इव परमौषधम्, महाग्रहपरिगृहीतः इव तथाविधां मन्त्रक्रियाम्, पूर्वव्युद्ग्राहितः इव सम्यक् परिकथनम्, महाप्रबलमिथ्यात्वेन न प्रतिपन्नः मनागपि श्रमणधर्मम् । ततः मरीचिना चिन्तितं 'न तावद् परिगृह्णाति एषः यतिधर्मम् । ममाऽपि छत्रादिपरिकरोद्वहने, ग्रामान्तरगमने, शरीरग्लाने आत्यन्तिकप्रयोजने एकेन सहायेन कार्यमस्ति। तस्मात् प्रव्राजयामि एनं इति चिन्तयित्वा कपिलः ग्राहितः जिनदीक्षाम्, शिक्षापितः किमपि बाह्यं कष्टाऽनुष्ठानम् । एवं च सः निवसितकाषायवस्त्रयुगलः, पाणिपरिगृहीतदण्डः, पवित्रकप्रमुखोपकरणपरिवृत्तः ग्रामानुग्रामं पिता इव, देवः इव, स्वामी इव, परमोपकारी इव, रत्ननिधानदेशकः इव, जीवितदाता इव मरीचिं पर्युपासमाणः परिभ्रमति। एवं च काले गच्छति मरीचिः चतुरशीतिः पूर्वशतसहस्राणि सर्वायुष्कं पालयित्वा अनाऽऽलोचितप्रतिक्रान्तनिजदुश्चरितः कालं कृत्वा ब्रह्मलोके कल्पे दशसागरोपमाऽऽयुष्कः देवः जातः इति ।
હવે તે કપિલ, સન્નિપાતથી પરાભૂત થયેલ જેમ પરમ ઔષધનો અનાદર કરે, મહાગ્રહથી ઘેરાયેલ જેમ તથા પ્રકારની મંત્રક્રિયાને ન સ્વીકારે, પૂર્વે સુગ્રહિત-વ્યાકુળ થયેલ જેમ સમ્યગ્વચનને ન માને, તેમ મહા પ્રબળ મિથ્યાત્વના વશથી તેણે લેશ પણ શ્રમણધર્મનો સ્વીકાર ન કર્યો, ત્યારે મરીચિ ચિંતવવા લાગ્યો કે “આ કપિલ યતિધર્મનો આદર કરતો નથી, તો હવે મારે પણ છત્રાદિ ઉપકરણ ઉપાડવામાં, ગ્રામાંતર જવામાં, શરીરને ગ્લાનિ થતાં તથા તેવા બીજા કોઇ ખાસ પ્રયોજન વખતે એકાદ સહાયકની જરૂર છે, માટે એને પરિવ્રાજકની દીક્ષા આપું.' એમ ધારીને તેણે કપિલને પોતાની દીક્ષા આપી અને કંઇક બાહ્ય કષ્ટાનુષ્ઠાન પણ શીખવ્યું, એ પ્રમાણે રંગેલા વસ્ત્રયુગલને ધારણ કરી, હાથમાં ત્રિદંડ લઇ, જનોઈ પ્રમુખ ઉપકરણયુક્ત તે કપિલ, મરીચિને પિતા, દેવ, સ્વામી, પરમ ઉપકારી, રત્નનિધાનને બતાવનાર તથા જીવિત-દાન આપનાર સમાન સમજી તેની ઉપાસના કરતો તે ગ્રામાનુગ્રામ તેની સાથે ભમવા લાગ્યો. એ રીતે કાલ નિર્ગમન કરતાં મરીચિ ચોરાશી લાખ વરસનું સંપૂર્ણ આયુષ્ય પાળી, પોતાના દુષ્કર્મને આલોચ્યા અને પ્રતિક્રમ્યા વિના કાળ કરી બ્રહ્મ દેવલોકમાં દશ સાગરોપમના આયુષ્યવાળો તે દેવ થયો.