________________
१०६
श्रीमहावीरचरित्रम् तेणावि पंचमहव्वयरक्खणपहाणो, पसमाइगुणाहिट्ठिओ, पंचिंदियनिग्गहविसुद्धो, निस्सेयसफलदायी परूविओ से सुस्समणधम्मो । कविलेण य वुत्तं-'भयवं! अण्णहा तुम्हे बज्झनेवत्थमुव्वहह, इमं च अण्णहा पण्णवेह, किमेत्थ तत्तं?', मिरिइणा भणियं 'भद्द! एसो सुसाहुधम्मो तुह निवेइओ, इमं पुण जहुत्तसाहुधम्मासमत्थयाए, पबलपावकम्मयाए दुग्गइगमणसीलयाए य सबुद्धिसिप्पपरिकप्पियं कुलिंगं मए अब्भुवगयं । तात! एयं पारगच्छियं, अओ पडिवज्जसु निस्संसयं समणधम्मं ।' कविलेण वुत्तं-'भयवं! तुम्ह संतिए एत्थ तहावि अस्थि किंपि णिज्जराठाणं नवा? | मिरिइणा भणियं-'भद्द! समणधम्मे ताव अत्थि, इहावि मणागति।' एवं च तेण अजहट्ठियवत्थुदेसणओ निविठ्ठो सागरोवमकोडाकोडिमेत्तो संसारोत्ति । नणु किं एत्तियमेत्तविवरीयकहणेऽवि एवं संभवइ?, किमिह चोज्जं?, जेण
प्रशमादिगुणाऽधिष्ठितः, पञ्चेन्द्रियनिग्रहविशुद्धः, निःश्रेयसफलदायी प्ररूपितः तस्य सुश्रमणधर्मः । कपिलेन च उक्तं-'भगवन्! अन्यथा त्वं बाह्यनेपथ्यमुद्वहसि, अयं चाऽन्यथा प्रज्ञापयसि, किमत्र तत्त्वम्?' मरीचिना भणितं 'भद्र! एषः सुसाधुधर्मः तुभ्यं प्रवेदितः । इदं पुनः यथोक्तसाधुधर्माऽसमर्थतया, प्रबलपापकर्मतया, दुर्गतिगमनशीलतया च स्वबुद्धिशिल्पपरिकल्पितं कुलिङ्गं मया अभ्युपगतम्। तात! एतत् परगच्छ(=समुदाय)सत्कं । अतः प्रतिपद्यस्व निःसंशयं श्रमणधर्मम् ।' कपिलेन उक्तं 'भगवन्! तव सत्के अत्र तथापि अस्ति किमपि निर्जरास्थानं न वा?' मरीचिना भणितं 'भद्र! श्रमणधर्मे तावद् अस्ति, अत्राऽपि मनाग' इति । एवं च तेन अयथास्थितवस्तुदेशनया निर्विष्टः(=लब्धः) सागरोपमकोटाकोटिमात्र संसारः | ननु किम् एतावन्मात्रविपरीतकथनेऽपि एवं सम्भवति? किमत्र नोद्यम्? यस्मात् -
રક્ષણવડે પ્રધાન, પ્રશમાદિ ગુણોયુક્ત પંચેન્દ્રિયના નિગ્રહથી વિશુદ્ધ અને સમગ્ર શ્રેષ્ઠ ફળને આપનાર એવો સાધુધર્મ તેને કહી સંભળાવ્યો. ત્યારે કપિલ બોલ્યો કે- “હે ભગવન્! તમે બાહ્ય વેશથી વિલક્ષણ દેખાઓ છો અને કથન તમારું જુદા પ્રકારનું છે, તો એમાં સાચું શું સમજવું?” એટલે મરીચિએ કહ્યું-“હે ભદ્ર! એ તો મેં તને સાધુધર્મ સંભળાવ્યો; પરંતુ યથોક્ત સાધુધર્મ પાળવાની શક્તિના અભાવે પ્રબળ પાપ-કર્મના ઉદયથી તથા દુર્ગતિ ગમન કરવાના કારણે પોતાની બુદ્ધિરૂપ કળાથી પરિકલ્પિત આ કુવેશનો મેં સ્વીકાર કર્યો છે. હે વત્સ! એ પરગચ્છનો વેશ છે, માટે મનમાં શંકા લાવ્યા વિના તમે શ્રમણધર્મ અંગીકાર કરો. કપિલ કહેવા લાગ્યો- “હે ભગવન્! તેમ છતાં તમારી પાસે કંઈ નિર્જરાનું સ્થાન છે કે નહિ?' મરીચિએ કહ્યું- હે ભદ્ર! નિર્જરાનું સ્થાન તો શ્રમણધર્મમાં છે અને અહીં પણ કંઈક છે એ પ્રમાણે અસત્ય વસ્તુના ઉપદેશથી તેણે કોડાકોડી સાગરોપમ પ્રમાણ પોતાનો સંસાર વધારી મૂક્યો. અહીં કોઇ શંકા કરે છે એટલે માત્ર વિપરીત કહેવાથી એમ સંભવે? તેમાં આશ્ચર્ય શું છે? કારણ