________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ रमणः । अत्रान्तरे निर्गता निजगृहान्मदनमञ्जरी, दृष्टस्तयाऽसौ, लक्षिता च सकिञ्चनता । ततः संज्ञिता कुन्दकलिका, निरीक्षितः कुन्दकलिकया रमणः, संजातः प्रहष्टतरः । अत्रान्तरे विज्ञायावसरमाकर्णान्तमापूर्य विमुक्तो मकरध्वजेन शिलीमुखः, ताडितस्तेन रमणः, गृहीताऽनेन कण्ठे कुन्दकलिका, प्रविष्टोऽभ्यन्तरे, निकटीभूता मदनमञ्जरी, समर्पितं रूपकादि सर्वस्वं, गृहीतमनया, कृतोऽसौ यथाजातः । ततोऽभिहितं मदनमञ्जर्या-वत्स! सुन्दरमनुष्ठितं भवता यदिहागतोऽसि, समुत्सुका त्वयि वत्सा कुन्दकलिका, किं तु भीमनृपतेः सुतश्चण्डो नाम राजपुत्रः साम्प्रतमिहाजिगमिषुर्वर्तते, तदत्रावलीनो भवतु वत्सः । एतच्चाकर्णयतो रमणस्य कृतो भयेन शरीरेऽनुप्रवेशः ।
તે કારણથી શીઘ આપણે બે દૂર જઈએ. તેથી વિમર્શ-પ્રકર્ષ દૂર થયા. સવિલોકવાળા એવા દૂર દેશમાં રહ્યા. જ્યાંથી તે વેશ્યાનું સર્વ કાર્ય દેખાય એવા દૂરના સ્થાનમાં રહ્યા. એટલામાં રમણ સંપ્રાપ્ત થયો. તેના પાછળ ખેંચાયેલા બાણવાળો ભયસહિત મકરધ્વજ આવ્યો. રમણ વડે કુંદકલિકા જોવાઈ. તેથી રમણ પ્રત્યજીવિતની જેમ, સુધાના સિંચનની જેમ, સંપ્રાપ્ત રત્નના નિધાનની જેમ, મહારાજ્યમાં અભિષેક કરાયેલાની જેમ, પરમહર્ષને પામ્યો. એટલામાં પોતાના ગૃહથી મદનમંજરી બહાર આવી. તેણી વડે આકરમણ, જોવાયો. અને સકિંચનતા જોવાઈ. તેથી કુંદકલિકાને સંજ્ઞા કરાઈ. કુંદકલિકા વડે રમણ જોવાયો. અત્યંત હર્ષિત થયો. એટલામાં અવસરને જાણીને કાન સુધી ખેંચીને મકરધ્વજ વડે બાણ મુકાયું. તેના વડે=કામ વડે, રમણ તાડન કરાયો. આવા વડે=રમણ વડે, કંઠમાં કુંદકલિકા ગ્રહણ કરાઈ. અંદરમાં પ્રવેશ કર્યો. મદનમંજરી પાસે આવી. રૂપકાદિ સર્વસ્વ સમર્પણ કરાયું. આના વડે=મદનમંજરી વડે, ગ્રહણ કરાયું. આકરમણ, યથાકાત કરાયો=ધન સર્વસ્વ લઈ લેવાયું. તેથી મદનમંજરી વડે કહેવાયું. હે વત્સ ! રમણ, તારા વડે સુંદર કરાયું. જે કારણથી અહીં આવ્યો છે. તારામાં વત્સ કુંદકલિકા સમુત્સુક છે-રાગવાળી છે. પરંતુ ભીમરાજાનો પુત્ર ચંડ નામનો રાજપુત્ર હમણાં અહીં આવવાની ઈચ્છાવાળો વર્તે છે. તે કારણથી હે વત્સ, તું અહીં છુપાયેલો રહે. આ સાંભળતા રમણના શરીરમાં ભય વડે પ્રવેશ કરાયો.
वेश्यागमनविपाकः अत्रान्तरे समागतो द्वारि चण्डः, समुल्लसितो बहुलकलकलः, विजृम्भितो भयः, प्रकम्पितो रमणः, प्रविष्टश्चण्डः, दृष्टोऽनेन रमणः, गृहीतः क्रोधेन चण्डः, समाकृष्टाऽसिपुत्रिका, समाहूतो रणाय रमणः । ततो गतेन दैन्यं, प्राप्तेन नैर्लज्ज्यं, नीतेन क्लीबता, भयेनाभिभूतेन तेन रमणेनागत्य कृतं चण्डस्याङ्गुलीगृहीतदन्तेनाष्टाङ्गपादपतनं, त्रायस्व देव! त्रायस्वेति भाषितानि करुणवचनानि, संपन्ना चण्डस्य दया, न मारितोऽसौ केवलं रोषोत्कर्षात् छिन्नोऽनेन रमणस्यामोटकः, त्रोटिता नासिका विलुप्तौ कर्णो विदलिता दशनपङ्क्तिः लूषितमधरोष्ठं, विकर्तितौ कपोलो उत्पाटितमेकं