________________
૭૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
તે કારણથી તારે આના વારણથી શું ?=કામના વારણથી શું? જે કારણથી આના દ્વારા=કામ દ્વારા, આગળ કરાયેલો આ રમણ જે અનુભવે છે તે કૌતુકને તું જો. ll૪૪ll શ્લોક :
एवं भवतु तेनोक्ते, तौ गतौ गणिकागृहे । ___ दृष्टा च कुन्दकलिका, गृहद्वारेऽतिचर्चिता ।।४५।। શ્લોકાર્થ :
આ પ્રમાણે થાઓ, એમ તેના વડે પ્રકર્ષ વડે, કહેવાય છતે તે બંને મામા અને ભાણેજ બંને, ગણિકાના ગૃહમાં ગયા. અને ગૃહદ્વારમાં અતિ ચર્ચિત=અતિ સુશોભિત, કુંદકલિકા જોવાઈ. પી બ્લોક :
तदभ्यणे विमर्शेन, कुञ्चिता निजनासिका ।
निष्ठ्यूतं धूनितं शीर्ष, वालिताऽन्यत्र कन्धरा ।।४६।। શ્લોકાર્ચ -
તેના અભ્યર્ણમાં કુંદકલિકાના અભ્યર્થમાં, વિમર્શ વડે પોતાની નાસિકા કુંચિત કરાઈ=પોતાની નાસિકા દુર્ગાના વારણ અર્થે બંધ કરાઈ. થુંકાયું. માથુ ધૂનન કરાયું. અન્ય દિશામાં કંધરા-ડોક, વાળી. II૪૬ શ્લોક :
ततो हाहेति जल्पन्तमुद्विग्नं तं स्वमातुलम् ।
प्रकर्षः प्राह ते माम! किं व्यलीकस्य कारणम्? ।।४७।। શ્લોકાર્ચ -
ત્યારપછી હા હા એ પ્રમાણે બોલતા ઉદ્વિગ્ન એવા તે પોતાના મામાને પ્રકર્ષ કહે છે. હે મામા ! Oલીકનું કારણ શું છે?=મોટું બગાડવાનું કારણ શું છે? I૪૭ી શ્લોક :
स प्राह वसनच्छन्नां, पुष्पालङ्कारभारिताम् ।
किमेनां निकटे त्वं नो, वीक्षसेऽशुचिकोष्ठिकाम्? ।।४८।। બ્લોકાર્ય :
તે કહે છે – વસ્ત્રથી છન્ન, પુષ્પ અલંકારને ધારણ કરનારી, અશુચિની કોઠી એવી આ વેશ્યાને તું કેમ નિકટમાં જોતો નથી ? Il૪૮