________________
૫૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ સ્ત્રીઓનું મોટું આક્રંદ પ્રવર્તાયું. લાળથી યુક્ત મુખવાળા, ભૂમિતલમાં આળોટતા, સુદીનવાળા, ખેંચતા કેશપાશવાળા, મોટી આરાટિના વિમોચનમાં તત્પર, હાહા એ પ્રમાણે સર્વથી કરુણ અવાજમાં પરાયણ જનને જોઈને તે વિસ્મિત ચક્ષુવાળો બુદ્ધિનો પુત્ર=પ્રકર્ષ, મામાને કહે છે. ।।૫થી ૭||
શ્લોક ઃ
યહુત
किमेतैः क्षणमात्रेण, हित्वा तत्पूर्वनर्तनम् । प्रकारान्तरतो लोकैः, प्रारब्धं नर्तनान्तरम् ? ।।८।।
શ્લોકાર્થ :
શું કહે છે ? તે ‘યદ્યુત'થી બતાવે છે આ બધા વડે ક્ષણમાત્રથી તે પૂર્વનું નર્તન છોડીને લોકો વડે પ્રકારાંતરથી નર્તનાંતર કેમ પ્રારંભ કરાયો ? !!!!
શ્લોક ઃ
विमर्शेनोदितं वत्स ! यौ तौ दृष्टौ त्वया नरौ । ताभ्यां निजप्रभावेण प्रविश्येदं प्रवर्तितम् ।।९।।
શ્લોકાર્થ :
વિમર્શ વડે કહેવાયું. વત્સ ! જે તે બે પુરુષ તારા વડે જોવાયા=મતિમોહ અને શોક રાજમંદિરમાં પ્રવેશ કરતા તારા વડે જોવાયા, તે બંને દ્વારા નિજપ્રભાવથી પ્રવેશીને=રાજમંદિરમાં પ્રવેશીને, આ પ્રવર્તન કરાયું. IIII
શ્લોક ઃ
निवेदितं मया तुभ्यं, यथैते नैव मुत्कलाः ।
कुर्वन्त्यत्र पुरे लोकाः, स्वतन्त्राः कर्म किञ्चन ।। १० ।।
શ્લોકાર્થ :
મારા વડે તને નિવેદન કરાયું. શું નિવેદન કરાયું તે બતાવે છે જે આ પ્રમાણે આ લોકો=બહિરંગ લોકો, મુત્કલ=એકલા, સ્વતંત્રકર્મ કોઈ કરતા નથી જ. II૧૦।।
શ્લોક ઃ
નિ તર્દિ?
यथा यथा स्ववीर्येण, कारयन्ति शुभेतरम् । अन्तरङ्गजनाः कर्म, कुर्वन्त्येते तथा तथा । । ११।।
આ નગરમાં