________________
૪૮
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
लसदुद्भटवेषभटाकुलकं, ललनाजनलासविलासयुतम् । वरखाद्यकपानकतुष्टजनं, जनितं प्रमदादिति वर्धनम् ।।१२।।
શ્લોકાર્થ ઃ
સુંદર અને ઉદ્ભટ વેષવાળા ભટોના સમૂહવાળું, સ્ત્રીવર્ગના નૃત્ય-વિલાસથી યુક્ત, શ્રેષ્ઠ ખાનપાનથી તુષ્ટ થયેલા મનુષ્યવાળું, હર્ષથી આ પ્રકારે (વધામણું) ઉત્પન્ન થયું. ।।૧૨।।
શ્લોક ઃ
अथ तादृशि वर्धनके निखिले, प्रमदेन प्रनृत्यति भृत्यगणे । अतिहर्षवशेन कृतोर्ध्वभुजः, स्वयमेव ननर्त चिरं स नृपः ।। १३ ।।
શ્લોકાર્થ :
હવે તેવા પ્રકારના વધામણામાં આનંદથી અખિલ સેવકગણ નૃત્ય કર્યે છતે, અતિ હર્ષના વશથી ઊંચી કરી છે ભુજા જેણે એવા તે રાજાએ સ્વયં લાંબો સમય નૃત્ય કર્યું. ||૧૩||
શ્લોક ઃ
ततस्तत्तादृशं दृष्ट्वा, महासंमर्दगुन्दलम् । પ્રર્ષ: સંશયાપન્નઃ, પ્રાદ નિનમાતુલમ્ ।।૪।।
શ્લોકાર્થ :
ત્યારપછી તાદેશ મહાસંમર્દથી ગુંદલ એવા તેને જોઈને=તે રાજમંદિરને જોઈને, સંશય પામેલો પ્રકર્ષ પોતાના મામા પ્રત્યે કહે છે. ।।૧૪।।
શ્લોક ઃ
निवेदयेदं मे माम! महदत्र कुतूहलम् ।
किमितीमे रटन्त्युच्चैर्निर्वादितमुखा जनाः ? ।। १५ ।।
શ્લોકાર્થ :
હે મામા ! મને નિવેદન કરો. અહીં મને મહાન કુતૂહલ છે. કયા કારણથી આ લોકો નિર્વાદિત મુખવાળા ઊંચેથી બૂમો પાડે છે ? ।।૧૫।।
શ્લોક ઃ
अत्यर्थमुल्ललन्ते च किमर्थमिति मोदिता: ? ।
જિ ચાની વૃત્તિામાર, નિનાોપુ વદન્તિ? મોઃ! ।।૬।।