________________
૩૧૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ સૂર્યરૂપી જાર પુરુષમાં રક્ત, અવાજ કરતાં ઉભટ દેડકાંઓ રૂપી નપુંસક પુરુષોવાળી, ચલાયમાન, અને શુભ્ર બગલારૂપી હાસ્યમાં તત્પર, પર્વતના કોટરમાં નૃત્ય કરેલા એવા મોરો વડે શ્રેષ્ઠ, ઘણા લોકોના મનને હરણ કરનાર એવા રૂપને ધારણ કરનારી, અત્યંત સુગંધી કદંબવૃક્ષના પરાગને વહન કરનારી, ક્રોડો વિટ પુરુષોના વિદારણ થયેલા હર્ષને સહન કરનારી આ પ્રકારના રૂપના વિલાસથી શોભતા કપટવાળી એવી વર્ષાઋતુ ભુવનમાં શોભતી હતી, જે પ્રમાણે કુલટા સ્ત્રી ભુવનમાં શોભે તેમ વર્ષાઋતુ શોભતી હતી. ll૨૯૯થી ૩૦૧ શ્લોક :
अथ तां तादृशीं वीक्ष्य, प्रावृषं हृष्टमानसः । प्रकर्षो गमनोद्युक्तः, प्रोवाच निजमातुलम् ।।३०२।। गम्यतामधुना माम! त्वरितं तातसन्निधौ ।
ચતોડમી શીતત્રીભૂતા, વર્તન્ત સુમપથા: Jારૂ રૂપા શ્લોકાર્થ :
હવે તે પ્રકારની તે વર્ષાઋતુને જોઈને હર્ષિત થયેલા માનસવાળો ગમનમાં ઉઘુક્ત પોતાના મામા પ્રત્યે બોલ્યો. હે મામા ! હવે આપણે બે ત્વરિત તાતસન્નિધિમાં=વિચક્ષણની પાસે, જઈએ જે કારણથી શીતલીભૂત આ પૃથ્વી સુગમ પંથવાળી વર્તે છે. ll૧૦૨-૩૦૩ll શ્લોક :
विमर्शेनोदितं वत्स! मैवं वोचः कदाचन ।
यतोऽधुना व्यवच्छिन्नौ, विशेषेण गमागमौ ।।३०४।। શ્લોકાર્ય :
વિમર્શ વડે કહેવાયું. હે વત્સ ! એ પ્રમાણે ક્યારેય કહેવું નહીં=વર્ષાઋતુને કારણે સુગમ પંથ છે એમ ક્યારેય કહેવું નહીં. જે કારણથી હમણાં વિશેષથી ગમન-આગમન વિચ્છેદ થાય છે. ll૩૦૪ll શ્લોક :
तथाहिसुच्छन्नगृहमध्यस्थाः, स्वाधीनदयिताननाः ।
वर्षासु धन्या गण्यन्ते, जनैर्ये न प्रवासिनः ।।३०५ ।। શ્લોકાર્ચ - તે આ પ્રમાણે – સુચ્છન્ન વર્ષા ઋતુમાં સારી રીતે આચ્છાદન કરેલા, એવા ગૃહના મધ્યમાં