________________
૨૭૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
હે વત્સ ! તે આ=પૂર્વમાં વર્ણન કર્યું એ, સંયમ નામના પુરુષનું ચરિત=આચરિત, લેશથી કહેવાયું. શેષ પુરુષોનું હવે સાંભળ. ll૧૭૮II શ્લોક -
य एष सप्तमो वत्स! दृश्यते पुरुषोत्तमः ।
यतिधर्मपरीवारे, सत्यनामातिसुन्दरः ।।१७९।। શ્લોકાર્ચ -
હે વત્સ ! જે આ સાતમો સત્ય નામનો અતિસુંદર પુરુષોત્તમ યતિધર્મ પરિવારમાં દેખાય છે. II૧૭૯ll શ્લોક :
हितं मिताक्षरं काले, जगदालादकारणम् ।
अस्यादेशेन भाषन्ते, वचनं मुनिपुङ्गवाः ।।१८०।। શ્લોકાર્ધ :
આના આદેશથી સત્યના આદેશથી, મનિપુંગવો કાલે અવસરે, હિત=હિતને કરનારું, મિતાક્ષર પરિમિત અક્ષરવાળું, જગતના આહ્વાદનું કારણ એવું વચન બોલે છે. ll૧૮૦|| શ્લોક :
शौचाभिधानो यो वत्स! वर्तते चाष्टमो नरः ।
द्रव्यभावात्मिकां शुद्धिमस्यादेशेन कुर्वते ।।१८१।। શ્લોકાર્ચ -
હે વત્સ ! અને શૌચ નામનો જે આઠમો નર વર્તે છે, એના આદેશથી દ્રવ્ય-ભાવ આત્મિક શુદ્ધિને કરે છે=મુનિઓ કરે છે. ll૧૮૧ાા શ્લોક :
यदिदं नवमं तात! डिम्भरूपं मनोहरम् । आकिञ्चन्यमिदं नाम, मुनीनामतिवल्लभम् ।।१८२।। अवाप्तसौष्ठवं वत्स! बाह्यान्तरपरिग्रहम् । मुनिभिर्मोचयत्येतच्छुद्धस्फटिकनिर्मलम् ।।१८३।।