________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
વસંતઋતુનું વર્ણન તે “યહુતથી કહે છે - દક્ષિણ દિશાના પવનના વશથી કંપતી કોમલલતાઓ રૂપ બાહુદંડો વડે જાણે નૃત્ય ન કરતી હોય, મનોજ્ઞ=સુંદર પક્ષીઓના સુંદર કલકલ અવાજો વડે ગાયન ન કરતી હોય, મહારાજાધિરાજ મહામોહના પ્રિય મિત્ર કામદેવના રાજ્યાભિષેકમાં મત એવી સુંદર કોયલના સમુદાયના કોલાહલરૂપ કંઠના અવાજ વડે જય જય શબ્દ ન કરતી હોય, વિલાસ કરતી સુંદર આંબાની કળીઓ રૂપ તર્જની આંગળી વડે તર્જના ન કરતી હોય, રક્ત એવા અશોકના નવા સુકોમળ પત્રરૂપ સુંદર, ચપળ હાથતા વિલાસ વડે બોલવતી ન હોય, મલય=દક્ષિણ દિશાના પવનથી હલાયેલા અને નમતા શિખર ઉપર મોટા વૃક્ષોરૂપી મસ્તકો વડે પ્રણામ ન કરતી હોય, નવાં વિકસ્વર ફૂલોના સમૂહરૂપી અટ્ટહાસ વડે હસતી ન હોય, તૂટી ગયેલા ટીંટારૂપી બંધનમાંથી પડતા સિંદૂરવાસ જાતિનાં પુષ્પોના નેત્રરૂપી પાણી વડે રુદન ન કરતી હોય, પોપટ અને સારિકાના સ્પષ્ટ અક્ષરના ઉચ્ચારરૂપ અવાજ વડે પાઠ ન કરતી હોય, મધુના રસના બિંદુના સમૂહના આસ્વાદનથી હર્ષિત થયેલા મત્ત એવા ભમરાઓના ઝણ ઝણ અવાજની નિર્ભરતા વડે કરીને ઉત્સાહવાળી ન હોય, એવી વસંતઋતુ જોવાઈ, એમ અય છે. શ્લોક :
इति नर्तनरोदनगानपरः, पवनेरितपुष्पजधूलिधरः ।
स वसन्तऋतुहरूपकरः, कलितो नगरोपवनान्तचरः ।।१।। શ્લોકાર્ચ :
અને વળી – એ પ્રકારે નર્તન, રુદન, ગાનમાં તત્પર, પવનથી પ્રેરિત પુષ્પોથી ઉત્પન્ન થયેલી પરાગને ધારણ કરનાર, ગ્રહો રૂ૫ હાથવાળો નવ હાથવાળો, નગરના ઉપવનની અંદર ફરનાર, સુંદર, તે વસંતઋતુ છે. ||૧||
ततो विमर्शनाभिहितः प्रकर्षो यथा वत्स! काले तव भवचक्रनगरदर्शनकुतूहलं संपन्नं, यतोऽत्रैव वसन्ते प्रायेणास्य नगरस्य सौन्दर्यसारमुपलभ्यते, तथाहि-पश्य, अमीषां काननाभोगविलोकनकौतुकेन निर्गतानां नागरिकलोकानां याऽवस्था वर्तते सन्तानकवनेषु परिमुह्यति धावति बकुलवृक्षके, विकसितमाधवीषु धृतिमेति विलुभ्यति सिन्दुवारके ।
ત્યારપછી વિમર્શ વડે પ્રકર્ષ કહેવાયો. ‘અથા'થી બતાવે છે. હે વત્સ અવસરે ભવચક્ર નગરના દર્શનનું કુતૂહલ તારું સંપન્ન થયું, જે કારણથી આ જ વસંતઋતુમાં પ્રાય કરીને આ નગરનું શ્રેષ્ઠ સૌંદર્ય પ્રાપ્ત થાય છે, તે આ પ્રમાણે – તું જો, જંગલના વિસ્તારને જોવાના કૌતુક વડે નીકળેલા આ નાગરિક લોકોની જે અવસ્થા છે. અવસ્થા કેવી છે ? તે બતાવે છે – સંતાનક નામનાં વૃક્ષોનાં વસોમાં મોહ પામે છે, બકુલવૃક્ષ તરફ દોડે છે, વિકસિત મોગરામાં વૃતિને પામે છે. સિંદુવાર=નગોડનાં વૃક્ષોમાં, લોભાય છે.