________________
૨૫૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક :
चारित्रधर्मराजस्य, वक्त्रमेतन्मनोहरम् ।
आकाङ्क्षार्त्तिविनाशेन, जनेऽत्र कुरुते सुखम् ।।१२२।। શ્લોકાર્ચ -
ચારિત્રધર્મરાજાનું આ મનોહર મુખ આકાંક્ષાના આર્તિના વિનાશથી અહીં=જૈનશાસનમાં રહેલા લોકોમાં, સુખને કરે છે. ll૧૨ી. શ્લોક :
विशिष्टज्ञानसंवेगशमसातकरं परम् ।
तपःसंज्ञमिदं वक्त्रमव्याबाधसुखावहम् ।।१२३।। શ્લોકાર્ચ -
પ્રકૃષ્ટ એવા વિશિષ્ટ જ્ઞાનથી, સંવેગથી, અને શમથી થનારી શાતાને કરનારું તપ સંજ્ઞાવાળું આ મુખ અવ્યાબાધ સુખને લાવનારું છે. ll૧૨all શ્લોક :
इदमस्य नरेन्द्रस्य, वदनं वीक्ष्य सज्जनाः ।
आराध्य च महासत्त्वा, निर्वृतिं यान्ति लीलया ।।१२४।। શ્લોકાર્ચ -
આ નરેન્દ્રનું આ મુખ જોઈને અને આરાધના કરીને મહાસત્ત્વશાળી એવા સજ્જનો લીલાપૂર્વક નિવૃતિને પામે છે. I૧૨૪ll શ્લોક :
तदिदं ते तपोनाम, भूपतेर्वदनं मया ।
कथितं साम्प्रतं वक्ष्ये, चतुर्थं शुद्धभावनम् ।।१२५ ।। શ્લોકાર્ધ :
તે આ તપ નામનું ભૂપતિનું મુખ મારા વડે તને કહેવાયું. હવે ચોથું શુદ્ધભાવન નામનું મુખ હું કહીશ. II૧૨૫
બ્લોક :
स्मृतं निरीक्षितं भक्त्या, सज्जनैरिदमञ्जसा । निःशेषपापसङ्घातदलनं कुरुते मुखम् ।।१२६ ।।