SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : अकामनिर्जरापेक्षं, जन्तुवीर्यं यदुत्कटम् । मिथ्यादृष्टेविना ज्ञानं, तद्धि सात्त्विकमानसम् ।।१६।। શ્લોકાર્ય : અકામનિર્જરાના અપેક્ષાવાળું, મિથ્યાદૃષ્ટિના જ્ઞાન વગરનું જે ઉત્કટ જંતુવીર્ય છે=જીવનું વીર્ય છે, તે સાત્વિકમાનસ છે. TI૯૬ll. શ્લોક - ये तेन संयुता लोका, वास्तव्यास्ते प्रकीर्तिताः । त एव तत्प्रभावेण, प्रयान्ति विबुधालये ।।१७।। શ્લોકાર્થ : તેના વડે સંયુક્ત જે લોકો વાસ્તવ્ય છે સાત્વિકમાનસથી યુક્ત જે લોકો વાસ્તવ્ય છે, તેઓ કહેવાયા છે સાત્વિકપુરમાં રહેનારા લોકો કહેવાયા છે. તેઓ જ તેના પ્રભાવથી સાત્વિકમાનસરૂપ નગરના પ્રભાવથી વિબુધાલયમાં જાય છે. II૯૭ળા શ્લોક : धनपुत्रकलत्रादेः, शरीरात्कर्मणस्तथा । अन्योऽहं भेदतो दुष्टा, महामोहादिशत्रवः ।।९८ ।। ज्ञातजैनसिद्धान्ते, कर्मनिर्जरणाज्जने । या स्यादेवंविधा बुद्धिः, स विवेक इहेष्यते ।।१९।। युग्मम्।। શ્લોકાર્થ : ધન, પુત્ર, કલત્રાદિથી, શરીરથી અને કર્મથી ભેદ હોવાને કારણે અન્ય હું છું. મહામોહાદિ શત્રુઓ દુષ્ટ છે. કર્મની નિર્જરાને કારણે જ્ઞાત જેન સિદ્ધાંતવાળા જીવમાં આવા પ્રકારની જે બુદ્ધિ થાય તે અહીં વિમર્શના કથનમાં, વિવેક ઈચ્છાય છે. ll૯૮-૯૯ll શ્લોક : विवेकादप्रमत्तत्वं, कषायादिनिवर्तने । यद् भवेल्लघुदोषाणां, शिखरं तदुदाहृतम् ।।१००।। શ્લોકાર્ચ - લઘુદોષવાળા જીવોના વિવેકને કારણે કષાયાદિથી નિવર્તનમાં જે અપ્રમતપણું છે તે શિખર કહેવાયું. ll૧૦ ||
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy