________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
૨૭
શ્લોકાર્ધ :
જે કારણથી હે વત્સ પ્રકર્ષ ! અહીં નિર્મલશિખરમાં રહેલા જીવોને આ સર્વ ભવચક્ર હાથમાં રહેલાની જેમ=હાથમાં રહેલી વસ્તુની જેમ, દેખાય છે. II૪૧૫ શ્લોક :
ततो विविधवृत्तान्तं, दुःखसङ्घातपूरितम् ।
विलोक्येदं विरज्यन्ते, नगरात्तेऽमुतो जनाः ।।४२।। શ્લોકાર્ચ -
તેથી=ભવચક્ર સ્પષ્ટ દેખાય છે તેથી, વિવિધ વૃત્તાંતવાળું, દુઃખના સમૂહથી પરિત આને જોઈને આ નગરથી તે જનો વિરક્ત થાય છે. ll૪૨ાા શ્લોક :
विरक्ताश्च भवन्त्यत्र, प्रतिबद्धा महागिरौ ।
विवेके भावतः सौख्यहेतुरेष च सगिरिः ।।४३।। શ્લોકાર્ચ -
અને વિરક્ત થયેલા આ મહાગિરિમાં પ્રતિબદ્ધ થાય છે અને ભાવથી વિવેક થયે છતે આ સગિરિ સુખનો હેતુ છે. ll૪3II શ્લોક :
તતविवेकसगिरेर्वत्स! माहात्म्येनास्य ते जनाः ।
भवन्ति सुखिनोऽत्यन्तं, भवचक्रेऽपि संस्थिताः ।।४४।। શ્લોકાર્થ :
અને તેથી આ ગિરિ સુખનો હેતુ છે તેથી, હે વત્સ ! આ વિવેક સગિરિના માહાભ્યથી તે લોકો ભવચક્રમાં પણ રહેલા અત્યંત સુખી થાય છે. ll૪૪l. શ્લોક :
तदेष सर्वलोकानां, सुखहेतुर्महागिरिः ।
विवेको वर्णितस्तुभ्यमधुना शिखरं शृणु ।।४५।। શ્લોકાર્ય :
તે કારણથી સર્વ લોકોને સુખનો હેતુ આ વિવેક નામનો મહાગિરિ તને વર્ણન કરાયો. હવે શિખરને તું સાંભળ. II૪પII