________________
૨૦૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
लोकायतास्तु दूरेण, वर्तन्ते वत्स! निर्वृतेः ।
ये हि पापहतात्मानो, निराकुर्वन्ति तामपि ।।५।। શ્લોકાર્ચ -
વળી, હે વત્સ ! લોકાયતો નિવૃતિના દૂરથી વર્તે છેઃનિવૃતિને સ્વીકારતા નથી. દિ=જે કારણથી, પાપથી હણાયેલા આત્માવાળા જેઓ તેનું પણ=નિવૃતિનું પણ, નિરાકરણ કરે છે. પII શ્લોક :
શિષ્યलोकायतमतं प्राज्ञैज्ञेयं पापौघकारणम् ।
निर्द्वन्द्वानन्दपूर्णाया, निर्वृतेः प्रतिषेधकम् ।।६।। શ્લોકાર્ધ :
વળી, નિર્બદ્ધ આનંદથી પૂર્ણ એવી નિવૃતિનું પ્રતિષેધક લોકાયત મત પાપના સમૂહનું કારણ પ્રાજ્ઞ વડે જાણવું. II૬ll. શ્લોક :
तस्माद्दुष्टाशयकरं, क्लिष्टसत्त्वैः विचिन्तितम् । पापश्रुतं सदा धीरैर्वर्यं नास्तिकदर्शनम् ।।७।।
શ્લોકાર્ધ :
તે કારણથી દુષ્ટ આશયને કરનાર ક્લિષ્ટ જીવોથી વિચારાયેલ પાપકૃત એવા નાસ્તિકદર્શનનો ધીર પુરુષોએ સદા ત્યાગ કરવો જોઈએ. ll૭ી. શ્લોક :
परमार्थेन सा वत्स! नेष्टा मीमांसकैरपि ।
यैः सर्वज्ञं निराकृत्य, वेदप्रामाण्यमीरितम् ।।८।। શ્લોકાર્ચ -
હે વત્સ ! તે નિવૃતિ, મીમાંસકો વડે પણ પરમાર્થથી ઈચ્છાઈ નથી. જેઓ વડે સર્વજ્ઞનું નિરાકરણ કરીને વેદના પ્રામાણ્યને સ્વીકારાયું છે. III