________________
૧૯૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
प्रकर्षेणोक्तंअधःस्थितेषु बाध्यन्ते, पुरेषु यदमी जनाः ।
शिखरस्थे न बाध्यन्ते, माम! किं तत्र कारणम् ? ।।५१।। શ્લોકાર્ચ -
પ્રકર્ષ વડે કહેવાયું – જે કારણથી અધઃસ્થિત રહેલાં=નીચે રહેલાં, નગરોમાં આ લોકો બાધા પામે છે–મિથ્યાદર્શન નામના મહત્તમથી બાધા પામે છે. હે મામા ! શિખરમાં રહેલા અપ્રમત શિખરમાં રહેલા જૈન નગરમાં બાધા પામતા નથી. ત્યાં શું કારણ છે ? પ૧II બ્લોક :
विमर्शेनोक्तंअस्त्यत्र निर्वृतिर्लोके, नगरी सुमनोहरा ।
सा च भुक्तेरतिक्रान्ता, महामोहादिभूभुजाम् ।।५२।। શ્લોકાર્થ :
વિમર્શ વડે કહેવાયું – આ લોકમાં, નિવૃતિ નામની સુમનોહર નગરી છે અને તે મહામોહાદિ રાજાઓની ભક્તિથી અતિક્રાંત છે. પિરા શ્લોક :
निर्द्वन्द्वानन्दसंपूर्णा, सततं निरुपद्रवा ।
एभिश्चाकर्णिता सर्वैः, सा लोकैः पुरवासिभिः ।।५३।। શ્લોકાર્ચ - નિર્બદ્ધ એવા આનંદથી સંપૂર્ણ, સતત નિરુપદ્રવવાળી અને આ સર્વ પુરવાસી લોકો દ્વારાસર્વદર્શનના પુરવાસીઓ દ્વારા, તે નિવૃતિનગરી, સંભળાઈ છે. Ivall શ્લોક :
ततो लोकायतं मुक्त्वा, ये शेषपुरवासिनः ।
नगरीं गन्तुमिच्छन्ति, तामेते वत्स! निर्वृतिम् ।।५४।। શ્લોકાર્થ :
તેથી લોકાયતને છોડીને-નાસ્તિકદર્શનને છોડીને, જે શેષ પુરવાસી છે એ હે વત્સ ! તે નિવૃતિનગરીને જવાને ઈચ્છે છે. પિ૪ll