________________
૧૪૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય :
ગાઢ દીનવચનોને બોલે છે. વારંવાર રોષવાળા થાય છે. મૂઢ એવા તેઓ આમતેમ આળોટે છે. કંઈક ચેતનાને પામતા નથી=સ્વસ્થતાને પામતા નથી. II૧૬૪. શ્લોક :
नित्यमार्ताः सदोद्विग्नाः, विक्लवास्त्राणवर्जिताः । भयोद्घान्तधियो दीना, नरकेष्विव नारकाः ।।१६५।। भवन्ति भवचक्रेऽत्र, सत्त्वाः पापिष्ठयाऽनया ।
हत्वा नीरोगतां वत्स! रुजया परिपीडिताः ।।१६६।। શ્લોકાર્ય :
હંમેશાં આર્ત, સદા ઉદ્વિગ્ન, વિક્લવો અને ત્રાણથી રહિત, ભયથી ઉદ્ઘાંતબુદ્ધિવાળા, દીન મનુષ્યો નરકમાં નારકીઓ જેવા આ ભવચક્રમાં થાય છે. આ પાપિષ્ઠ એવી રુજાથી હે વત્સ! નીરોગતાને હણીને પરિપીડીત થાય છે. II૧૫-૧૬
શ્લોક :
तदेषा लेशतो वत्स! रुजा ते गदिता मया । मृतिर्मर्दितविश्वेयं, साम्प्रतं ते निवेद्यते ।।१६७।।
શ્લોકાર્ય :
હે વત્સ ! તે આ લેશથી રાજા તને મારા વડે કહેવાઈ. મર્દિત કર્યું છે વિશ્વને જેણે એવી આ મૃતિ=મૃત્યુ, હવે તને નિવેદન કરાય છે. ll૧૬૭ી.
मृतिमारकता
બ્લોક :
योऽसौ ते दर्शितः पूर्वमायुर्नामा महीपतिः । चतुर्नरपरीवारस्तत्क्षयोऽस्याः प्रयोजकः ।।१६८।।
મૃતિની=મરણની મારકતા
શ્લોકાર્ચ -
પૂર્વમાં જે આ તને ચાર મનુષ્યોના પરિવારવાળો આય નામનો રાજા બતાવ્યો, તેનો ક્ષય મૃતિનો મૃત્યુનો પ્રયોજક છે. II૧૬૮