________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
૧૩૬
શ્લોકાર્થ :
તે યોગી=યૌવનરૂપ યોગી, તેના આદેશથી=કાલપરિણતિના આદેશથી, સંસારી જીવોનાં અંગોમાં પ્રવેશ કરીને બલ, તેજ, બંધુર આકારધારિતાને=સુંદર આકારધારિતાને, વિસ્તારે છે. II૧૩૯।।
શ્લોક ઃ
વિશ્વ
विलासहासबिब्बोकविपर्यासपराक्रमैः ।
वल्गनोत्प्लवनोल्लासलासधावनसम्मदैः । । १४० ।।
गर्वशोण्डीर्यषिङ्गत्वसाहसादिभिरुद्धतैः ।
युतः पदातिभिर्लोकैर्लीलया स विजृम्भते । ।१४१ ।। तत्सम्बन्धादमी भोगसम्भोगसुखनिर्भरम् । आत्मानं मन्वते लोका, भवचक्रनिवासिनः ।। १४२ ।।
શ્લોકાર્થ
વળી, વિલાસ, હાસ્ય, ચાળા, વિપર્યાસ અને પરાક્રમ વડે, કૂદકા મારવા, ઉલવન, ઉલ્લાસ, નૃત્ય, દોડવું અને હર્ષવાળા, ગર્વ, શોંડીર્ય, નપુંસકપણું, સાહસાદિવાળા ઉદ્ધત પદાતિ લોકોથી યુક્ત તે=યૌવન, લીલાપૂર્વક વિલાસ કરે છે. તેના સંબંધથી ભવચક્રવાસી આ લોકો ભોગ, સંભોગ સુખનિર્ભર આત્માને માને છે. II૧૪૦થી ૧૪૨।।
શ્લોક ઃ
:
ततस्तं निजवीर्येण, यौवनाख्यमियं जरा ।
मृद्नाति सपरीवारं, क्रुद्धा कृत्येव साधकम् ।। १४३।।
શ્લોકાર્થ :
ત્યારપછી યૌવન નામના તેને જરા નિજવીર્યથી પરિવાર સહિત ચૂરી નાંખે છે. જેમ ક્રોધ પામેલી કૃત્યવાળી રાક્ષસી સાધકને મારી નાંખે છે. II૧૪૩।।
શ્લોક ઃ
ततस्ते जरसा वत्स! जना मर्दितयौवनाः ।
परीता दुःखकोटीभिर्जायन्ते दीनविक्लवाः । । १४४ ।।
શ્લોકાર્થ :
તેથી હે વત્સ ! તે લોકો જરાથી મર્દિત યોવનવાળા, દુઃખકોટિઓથી ઘેરાયેલા દીનભાવથી વિક્લવ થાય છે. ||૧૪૪।।