________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
શરણવર્જિત, ધર્માધર્મના વિવેકથી વિકલ, કલુષ સ્વરૂપવાળા, અનંત જાતીય પુરુષો આ નગરમાં= તિર્યંચ નગરમાં, રહે છે. II૧૦૩થી ૧૦૫।।
શ્લોક ઃ
૧૨૬
तदिदं पशुसंस्थानं, वर्णितं ते महापुरम् ।
इदानीं वर्ण्यते वत्स! तदिदं पापिपञ्जरम् । । १०६ ।।
શ્લોકાર્થ :
તે આ પશુસંસ્થાન મહાપુર તને વર્ણન કરાયું. હે વત્સ ! હવે તે આ પાપીપંજર=નરક, વર્ણન કરાય છે. II૧૦૬
શ્લોક ઃ
येऽत्र लोका महापापप्राग्भारभरपूरिताः ।
વન્તિ તેષાં દુ:ઘસ્ય, નાસ્તિ વિચ્છેદ્રસમ્ભવઃ ।।૨૭।।
શ્લોકાર્થ :
અહીં=પાપીપંજરમાં, મહાપાપના પ્રાક્ભારના ભરાવાથી પૂરિત=મહાપાપના ઉદયથી પૂરિત, જે લોકો વસે છે, તેઓને દુઃખના વિચ્છેદનો સંભવ નથી. II૧૦૭II
શ્લોક ઃ
योऽसौ ते वेदनीयाख्यनृपतेः पुरुषो मया । असातनामकः पूर्वं वर्णितस्तत्र मण्डपे । । १०८ । । तस्येदं भो ! महामोहराजेन निखिलं पुरम् । क्वचित्तोषितचित्तेन, भटभुक्त्या समर्पितम् । । १०९ ।। ततस्तेन पुरे सर्वे, परमाधार्मिनामकैः ।
અત્ર ોળા: વર્થ્યન્તે, પુરુષઃ સ્વનિયોનિતેઃ ।। ।।
શ્લોકાર્થ :
વેદનીય નામના રાજાનો જે આ અશાતા નામનો પુરુષ મારા વડે=વિમર્શ વડે, પૂર્વમાં તે મંડપમાં તને વર્ણન કરાયો, તોષચિત્તવાળા એવા મહામોહ રાજા વડે તેને=અશાતા નામના પુરુષને આ નિખિલ નગર ભટભુક્તિથી સમર્પણ કરાયું છે. તેથી તેના વડે=અશાતા વેદનીય વડે, સ્વનિયોજિત પરમાધામી નામના પુરુષો વડે આ પુરમાં=નગરમાં, સર્વ લોકો કદર્થના કરાય છે. II૧૦૮થી ૧૧૦||