________________
૧૨૦
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
तत्रेदं मानवावासं, महामोहादिभिः सदा । अन्तरङ्गजनैर्व्याप्तमेतैः कलकलाकुलम् ।।७४।।
થમ્?
क्वचिदिष्टजनप्राप्तौ, तोषनिर्भरमानुषम् । क्वचिद् द्वेष्यजनासत्तेर्विमनीभूतदुर्जनम् ।।७५।।
શ્લોકાર્થ :
ત્યાં=તે ચાર નગરમાં, કલકલ આકુલ એવું આ માનવાવાસ નગર મહામોહ આદિ આ અંતરંગ જનોથી સદા વ્યાપ્ત છે. કેવી રીતે ? એથી કહે છે – કોઈક સ્થાને ઇષ્ટ જનની પ્રાપ્તિમાં તોષથી નિર્ભર માનુષવાળું, ક્વચિત્ દ્વેષ્ય જનના સંગથી વિમનીભૂત દુર્જનવાળું=વ્યાકુળ થયેલા દુર્જનવાળું, આ માનવાવાસ નગર છે. II૭૪-૭૫||
શ્લોક ઃ
क्वचिद्धनलवावाप्तिजनितानन्दसुन्दरम् ।
क्वचिद् द्रविणनाशोत्थबृहत्सन्तापतापितम् । । ७६।।
શ્લોકાર્થ :
ક્વચિત્ ધનલવની પ્રાપ્તિથી જનિત આનંદથી સુંદર, ક્વચિત્ ધનના નાશથી ઉત્પન્ન થયેલ મહા સંતાપથી તાપિત આ માનવાવાસ નગર છે. II૭૬II
શ્લોક ઃ
क्वचिद्दुर्लभसत्सूनुजन्माद्भुतमहोत्सवम् । क्वचिदत्यन्तचित्तेष्टमरणाक्रन्दगुन्दलम् ।।७७।।
શ્લોકાર્થ ઃ
ક્વચિત્ દુર્લભ એવા સુંદર પુત્રના જન્મથી અદ્ભુત મહોત્સવવાળું, ક્વચિત્ અત્યંત ચિત્તને ઈષ્ટ વ્યક્તિના મરણના આક્રંદથી વ્યાપ્ત આ માનવાવાસ નગર છે. 19911
શ્લોક ઃ
क्वचित्सुभटसङ्घातप्रारब्धरणभीषणम् । क्वचिन्मिलितसन्मित्रविमुक्तनयनोदकम् ।।७८।।