________________
૧૦૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
ततस्तेनोदितं माम! क एष पुरुषाधमः? । विमर्शेनोक्तं
वत्स! शोकवयस्योऽयं, विषादो नाम दारुणः ।।२२।। શ્લોકાર્ચ -
તેથી તેના વડે કહેવાયું પ્રકર્ષ વડે કહેવાયું. હે મામા ! કોણ આ પુરુષાધમ છે ? વિમર્શ વડે કહેવાયું – હે વત્સ ! આ દારુણ વિષાદ નામનો શોકનો મિત્ર છે. રિચા શ્લોક :
यश्चैष पथिकः कश्चित्प्रवेष्टुमिह वाञ्छति । प्रविष्टेऽत्र विषादोऽयं, भवनेऽत्र प्रवेक्ष्यते ।।२३।।
શ્લોકાર્ચ -
જે આ કોઈક પથિક અહીં પ્રવેશ માટે ઈચ્છે છે. અહીં પ્રવેશ કરાયે છતેeતે પથિક દ્વારા અહીં પ્રવેશ કરાયે છતે, આ વિષાદ આ ભવનમાં દેખાશે. ર૩| શ્લોક :
ततः प्रविश्य पान्थेन, तेन वासवसन्निधौ ।
एकान्ते वासवस्यैव, गुह्यं किञ्चिन्निवेदितम् ।।२४।। શ્લોકાર્ચ -
ત્યારપછી પ્રવેશ કરીને તે પાંચ વડે=મુસાફર વડે, એકાંતમાં વાસવની સન્નિધિ હોતે જીતે વાસવને જ કંઈક ગુહ્ય નિવેદન કર્યું. ll૨૪ll શ્લોક :
अत्रान्तरे प्रविष्टोऽसौ, विषादस्तच्छरीरके ।
मूर्च्छया पतितश्चासौ, वासवो नष्टचेतनः ।।२५।। શ્લોકાર્ચ -
એટલામાં આ વિષાદ તેના શરીરમાં=વાસવના શરીરમાં, પ્રવેશ્યો. મૂર્છાથી આ વાસવ નષ્ટ ચેતનવાળો પડ્યો. રિપો