________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
बीभत्समशुचेः पिण्डो, निन्द्यं रोगनिबन्धनम् ।
कृमिजालोल्बणं मांसं, भक्षयन्तीह राक्षसाः ।।४७।। શ્લોકાર્ય :
બીભત્સ, અશુચિનું પિંડ, નિંધ, રોગનું કારણ, કૃમિજાલથી ઉલ્બણ-કૃમિનાં જાળાંઓથી અતિશયવાળા, એવા માંસને અહીં રાક્ષસો ખાય છે. II૪૭ી શ્લોક :
यैस्त्विदं धर्मबुद्ध्यैव, भक्ष्यते स्वर्गकाम्यया ।
कालकूटविषं नूनमधुस्ते जीवितार्थिनः ।।४८।। શ્લોકાર્ચ -
જેઓ વડે ધર્મબુદ્ધિથી જ આ માંસ, ખવાય છે. સ્વર્ગકામનાથી ખવાય છે, જીવિતના અર્થી એવા તેઓ ખરેખર કાલકૂટ વિષને ખાય છે. ll૪૮ શ્લોક :
अहिंसा परमो धर्मः, स कुतो मांसभक्षणे? ।
अथ हिंसा भवेद धर्मः, स्यादग्निर्हिमशीतलः ।।४९।। શ્લોકાર્થ :
અહિંસા પરમ ધર્મ છે તે માંસભક્ષણમાં ક્યાંથી હોય ? હિંસા ધર્મ હોય તો અગ્નિ હિમ જેવો શીતલ થાય. ll૪૯II
શ્લોક :
किमत्र बहुना?धर्मार्थं रसगृद्ध्या वा, मांसं खादन्ति ये नराः ।
निघ्नन्ति प्राणिनो वा ते, पच्यन्ते नरकाग्निना ।।५०।। શ્લોકાર્ચ -
અહીં વધારે શું કહેવું ? ધર્મ માટે અથવા રસમૃદ્ધિથી જે મનુષ્યો માંસને ખાય છે અથવા પ્રાણીઓને મારે છે તેઓ નરકમાં અગ્નિથી પકાવાય છે. પિI.