________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
વિમર્શ વડે કહેવાયું. આ જ માનવાવાસમાં લલિત નામનું અવાંતર નગર વિધમાન છે. તેનો લલન નામનો આ રાજા છે. II૩૮ાા
શ્લોક ઃ
मृगयाव्यसने सक्तो, न लक्षयति किञ्चन ।
अयमत्र महारण्ये, तिष्ठत्येव दिवानिशम् ।। ३९।।
શ્લોકાર્થ :
શિકારના વ્યસનમાં આસક્ત કાંઈ લક્ષમાં લેતો નથી. આ મહારણ્યમાં આ=લલન, દિવસરાત રહે છે. II૩૯||
શ્લોક ઃ
सामन्तैः स्वजनैर्लोकैस्तथा मन्त्रिमहत्तमैः ।
वार्यमाणोऽपि नैवाऽऽस्ते, मांसखादनलालसः ।।४० ।।
૯૫
શ્લોકાર્થ :
સામંતો અને સ્વજન લોકો વડે અને મહત્તમો વડે વારણ કરાતો પણ માંસ ખાવાની લાલસાવાળો બેસતો નથી જ. [૪૦]]
શ્લોક ઃ
सीदन्ति राज्यकार्याणि, विरक्तं राजमण्डलम् ।
ततस्तं तादृशं वीक्ष्य, चिन्तितं राज्यचिन्तकैः ।।४१।।
શ્લોકાર્થ :
રાજ્યનાં કાર્યો સિદાય છે, રાજમંડલ વિરક્ત થયું, તેથી તેને તેવા પ્રકારનો જોઈને રાજ્યના ચિંતકો વડે વિચારાયું. ||૪૧||
શ્લોક ઃ
नोचितो राज्यपद्माया, ललनोऽयं दुरात्मकः ।
ततः पुत्रं व्यवस्थाप्य, राज्ये गेहाद् बहिष्कृतः ।। ४२ ।।
શ્લોકાર્થ :
રાજ્યરૂપી લક્ષ્મીને આ દુરાત્મા લલન ઉચિત નથી. તેથી રાજ્યમાં પુત્રને સ્થાપન કરીને ઘરથી
બહાર કઢાયો. II૪રા