________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ પ્રાપ્ત થઈ ? કયા કારણથી આ રીતે હમણાં લોકમાં અપમાનિત થાય છે.
महामतिराह-देव! अस्त्यस्य पुण्योदयो नामाऽन्तरङ्गो वयस्यः, तज्जनिता प्राक्तनी कल्याणपरम्परा, तथाहि-तत्प्रभावादेवायं प्रादुर्भूतः सुकुले, संपन्नो जननीजनकयोरभीष्टतमः, संजातो रूपसौभाग्यसुखैश्वर्यादिभाजनम् । तातः प्राह-तर्हि क्व पुनरधुना गतोऽसौ पुण्योदयः? महामतिराह-न कुत्रचिद् गतोऽत्रैव प्रच्छन्नरूप आस्ते, केवलं पश्यनस्यैव रिपुदारणस्य सम्बन्धीनि दुर्विलसितानि चित्तदुःखासिकया साम्प्रतं क्षीणशरीरोऽसौ तपस्वी वर्तते, न शक्नोत्यस्याऽऽपदं निवारयितुमिति । तदाकर्ण्य तातो नास्त्यत्र कश्चिदुपायो, विनाटिता वयमनेन दुष्पुत्रेण महालोकमध्ये प्रसभमितिचिन्तया राहुग्रस्तशशधरबिम्बमिव कृतं तातेन कृष्णं मुखं, लक्षितः समस्तलोकैः पर्यालोचनपरमार्थः, ततो विलक्षीभूतास्तातबान्धवाः, विद्राणवदनः संपन्नः परिजनः, प्रहसिता मुखमध्ये षिड्गलोकाः, विषण्णा नरसुन्दरी, विस्मितो नरकेसरिलोकः । ततश्चिन्तितं जनेन तातलज्जया लघुध्वनिना परस्परमुक्तं च
મહામતિ કહે છે – હે દેવ ! આનોકરિપુદારણનો, પુણ્યોદય નામનો અંતરંગમિત્ર છે. તેનાથી જનિત પૂર્વની કલ્યાણની પરંપરા છે. તે આ પ્રમાણે – તેના પ્રભાવથી જ આ રિપદારણ, સુકુલમાં જભ્યો. માતા-પિતાને અભીષ્ટતમ થયો. રૂપ, સૌભાગ્ય, સુખ, એશ્વર્યાદિનું ભાજન થયો. પિતા કહે છે – તો વળી હમણાં આ પુણ્યોદય ક્યાં ગયો ? મહામતિ કહે છે – ક્યાંય ગયો નથી. અહીં જ પ્રચ્છન્નરૂપે રહેલો છે. કેવલ રિપદારણના સંબંધી દુર્વિલસિતને જોતો ચિત્તની દુખાસિકાથી હમણાં બિચારો ક્ષીણ શરીરવાળો આ=પુણ્યોદય, વર્તે છે. આની=રિપદારણની, આપત્તિનું નિવારણ કરવા માટે સમર્થ નથી. તેથી તે સાંભળીને પિતા કહે છે – અહીં કોઈ ઉપાય નથી. અને આ દુપુત્રવડે મહાલોકમાંeઘણા લોકોમાં, અત્યંત વિડમ્બિત કરાયા. આ પ્રમાણે ચિંતવન કરીને રાહુગ્રસ્ત ચંદ્રના બિંબની જેમ પિતાવડે કાળું મુખ કરાયું. સમસ્ત લોકો વડે પર્યાલોચતતા પરમાર્થવાળો જોવાયો. તેથી પિતાના બંધુઓ વિલક્ષભૂત વિલખા, થયા. પરિજન વિદ્રાણવદનવાળું થયું. મુખમાં હિંગ લોકો તુચ્છ લોકો, હસવા લાગ્યા. નરસુંદરી ખેદ પામી. નરકેસરીનો લોક વિસ્મય પામ્યો. તેથી લોકો વડે ચિંતવન કરાયું. અને પિતાની લજ્જાથી લઘુધ્વનિ વડે પરસ્પર કહેવાયું. શ્લોક :
અરે ! गर्वाध्मातः परं मूढो, बस्तिवद्वातपूरितः ।
નિ:સાડપિ NR સ્થાનિમેષ મો ! રિપુતારVT. ITI શ્લોકાર્ય :
અરે ! વાયુથી પુરાયેલ બસ્તીની જેમ ગર્વથી આધ્યાત, અત્યંત મૂઢ, નિઃસાર પણ આ રિપુદારણ ખરેખર ખ્યાતિને પામ્યો. ૧II