________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
=
કલાના વિષયમાં મૃષાવાદ
પિતા ! તમે સાંભળો. પૂર્વમાં જ મારા હૃદયમાં રહેલું અશેષ વિજ્ઞાન હતું. આ તમારો યત્ન કેવલ વિશેષને પ્રાપ્ત કરાવનાર થયો અર્થાત્ મારામાં જે વિજ્ઞાન હતું તેને અતિશય કરનાર થયો. ॥૧॥
શ્લોક ઃ
ततश्च
लेख्ये चित्रे धनुर्वेदे, नरादीनां च लक्षणे । गान्धर्वे हस्तिशिक्षायां पत्रच्छेद्ये सवैद्यके ।।२।। शब्दे प्रमाणे गणिते, धातुवादे सकौतुके ।
निमित्ते याश्च लोकेऽत्र, कलाः काश्चित्सुनिर्मलाः ||३|| तासु सर्वासु मे तात ! प्रावीण्यं वर्तते परम् । आत्मतुल्यं न पश्यामि त्रैलोक्येऽप्यपरं नरम् ।।४।।
૩૯
શ્લોકાર્થ ઃ
અને તેથી=તમારા યત્નથી હું કલાચાર્ય પાસે રહ્યો તેથી, લેખામાં, ચિત્રમાં, ધર્નુવેદમાં, મનુષ્યના લક્ષણમાં, ગાંધર્વમાં, હસ્તિશિક્ષામાં, પત્રછેધમાં, સવૈધકમાં, શબ્દપ્રમાણમાં, ગણિતમાં, ધાતુવાદમાં, સૌતુક નિમિત્તમાં આ લોકમાં જે કોઈ સુનિર્મલ કલાઓ છે તે સર્વમાં હે તાત ! મારું પરમ પ્રાવીણ્ય વર્તે છે અર્થાત્ હું અત્યંત નિપુણ છું. પોતાના તુલ્ય ત્રણે લોકમાં પણ હું બીજા મનુષ્યોને જોતો નથી. II૨થી ૪।।
શ્લોક ઃ
सुतस्नेहेन तत् श्रुत्वा, तातो हर्षमुपागतः ।
चुम्बित्वा मूर्धदेशे मामिदं वचनमब्रवीत् ।।५।।
શ્લોકાર્થ ઃ
પુત્રના સ્નેહના વશથી તેને સાંભળીને=પુત્રના વચનને સાંભળીને, હર્ષને પામેલ પિતા મસ્તકના દેશમાં મને ચુંબન કરીને આ કહે છે. I
શ્લોક ઃ
નાત! ચારુ તું ચારુ, સુન્દરસ્તે મહોઘમઃ ।
किं त्वेकं मे कुमारेण, वचनं श्रूयतामिति ।। ६ ।।