________________
૨૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪)
બ્લોક :
गुरुरन्यस्य लोकस्य, स्यादेष न तु मादृशाम् ।
अतो नाऽहं पताम्यस्य, पादयोः शास्त्रकाम्यया ।।१७।। શ્લોકાર્થ :
અન્ય લોકના આ ગુરુ થાય. મારા જેવાના નહીં. આથી શાસ્ત્રની કામનાથી આમના પગમાં હું પડું નહીં. ll૧૭ના શ્લોક :
केवलम्भवतामनुरोधेन, गृह्णामि, सकलाः कलाः ।
मदीयविनयो नूनमस्य स्यान्मातृलोहितम् ।।१८।। શ્લોકાર્ય :
કેવલ તમારા અનુરોધથી માતા-પિતાના અનુરોધથી, સકલ કલાગ્રહણ કરું છું. ખરેખર આમને ગુરુને, મારો વિનય માતૃલોહિત થાય મૂર્ખતાભર્યો થાય. ll૧૮ll શ્લોક :
ततस्तातेन स प्रोक्तः, कलाचार्यो रहःस्थितः ।
आर्य! मामकपुत्रोऽयं, गाढं मानधनेश्वरः ।।१९।। શ્લોકાર્ય :
ત્યારપછી પિતા વડે તે કલાચાર્ય એકાંતમાં રહેલા કહેવાયા. હે આર્ય ! મારો આ પુત્ર ગાઢ માનવનેશ્વર છે. ll૧૯ll બ્લોક :
तदत्र भवता नाऽस्य, दृष्ट्वाऽप्यविनयादिकम् ।
चित्तोद्वेगो विधातव्यो, ग्राहणीयश्च सत्कलाः ।।२०।। શ્લોકાર્ય :
તે કારણથી અહીં=મારા પુત્રના વિષયમાં, આના અવિનય આદિને પણ જોઈને ચિત્ત ઉદ્વેગ તમારે કરવું જોઈએ નહીં. અને સત્કલાગ્રહણ કરાવવું જોઈએ. ll૨૦II શ્લોક :
ततो विनयनम्रस्य, श्रुत्वा तातस्य जल्पितम् । यदादिशति राजेन्द्र, इत्याह स महामतिः ।।२१।।