________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
૩૩૧ શ્લોક :
न चान्यत्रापि कर्तव्यो, विस्मयो लक्षणादिभिः ।
વચ્છમાને મયા મે, મો: સામાન્યવિશેષયો: પદ્દા શ્લોકાર્ય :
અને અન્યત્ર પણ લક્ષણ આદિથી સામાન્ય વિશેષનો મારા વડે ભેદ કહેવાય છતે પ્રકર્ષ ! વિસ્મય કરવો જોઈએ નહીં. II૫૬૧II શ્લોક :
प्रकर्षणोदितं माम! नष्टोऽयं संशयोऽधुना ।
ममैष माम! सन्देहः, परिस्फुरति मानसे ।।५६२।। શ્લોકાર્થ :
પ્રકર્ષ વડે કહેવાયું. હે મામા! આ સંશય હવે નાશ પામ્યો. હે મામા!માનસમાં મને આ સંદેહ થાય છે. પિરા શ્લોક :
यदुतय एते सप्त राजान, एतेषां मध्यवर्तिनः । तृतीयश्च चतुर्थश्च, पञ्चमः षष्ठ एव च ।।५६३।। एते महीपाश्चत्वारो यथा व्यावर्णितास्त्वया । तथा जनस्य लक्ष्यन्ते, सुन्दरेतरकारिणः ।।५६४।। नैकान्तेनैव सर्वेषामपकारपरायणाः ।
एते हि बाह्यलोकानां, केषाञ्चित्सुखहेतवः ।।५६५ ।। त्रिभिर्विशेषकम् ।। શ્લોકાર્ચ -
શું સંદેહ થાય છે ? તે યદુત'થી બતાવે છે – જે આ સાત રાજાઓ છે=જ્ઞાનાવરણીય આદિ સાત રાજાઓ છે તેઓના મધ્યવર્તી ચીજો, ચોથો, પાંચમો અને છઠો એ ચાર રાજાઓ=વેદનીય ત્રીજો, આયુ ચોથો, નામ પાંચમો અને ગોત્ર છઠો એ ચાર રાજાઓ, તમારા વડે વર્ણન કરાયા તે પ્રમાણે લોકના સુંદર અને ઈતરને અસુંદરને કરનારા જણાયા છે.
એકાંતથી જ બધાને અપકારપરાયણ નથી=બધા જીવોને અપકારપરાયણ નથી. દિ=જે કારણથી, આ=આ ચાર રાજાઓ, કેટલાક બાહ્ય લોકોને સુખના હેતુઓ છે. I૫૬૩થી પ૬પા