________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવના
શ્લોક :
अन्यच्चयदि सम्भावना जाता, भवतां मादृशे जने ।
ततो मे परमं गुह्यं, भवद्भिरनुमन्यताम् ।।७०।। શ્લોકાર્ધ :
અને બીજું તમને મારા જેવા જનમાં સમ્યક ભાવના થઈ છે=સમ્યફ આદર થયો છે, તો મારું પરમ ગુહ્ય તમારા વડે સ્વીકારવું જોઈએ. ll૭૦|| શ્લોક :
विद्यते मम सद्वीर्य, हृदयस्याऽवलेपनम् ।
तनिजे हृदये देयं, कुमारेण प्रतिक्षणम् ।।७१।। શ્લોકાર્ચ -
મારા સદ્વર્યવાળું હૃદયનું અવલેપન વિધમાન છે. તે નિજ હૃદયમાં કુમાર વડે પ્રતિક્ષણ દેવું જોઈએ. Il૭૧II
मयाऽभिहतं, कुतस्तदवाप्तं भवता? को वा तस्य हृदयाऽवलेपनस्य प्रभावः? इति श्रोतुमिच्छामि । शैलराजेनाभिहितं-कुमार! न कुतश्चिदपि तदवाप्तं मया, किं तर्हि? स्वकीयेनैव वीर्येण जनितं, नामतः पुनः स्तब्धचित्तं तदभिधीयते, प्रभावं तु तस्याऽनुभवद्वारेणैव विज्ञास्यति कुमारः, किं तेनाऽऽवेदितेन? मयाऽभिहितं-यद्वयस्यो जानीते । ततः समर्पितं ममाऽन्यदा शैलराजेन तदात्मीयं हृदयावलेपनं, विलिप्तं मया हृदयं, जातोऽहं गाढतरमुल्लम्बितभूततस्कराऽऽकारधारितया नमनरहितः, ततस्तथाभूतं मामवलोक्य सुतरां प्रणतिप्रवणाः संपन्नाः सामन्तमहत्तमादयः, तातोऽपि सप्रणामं मामालापयति स्म, तथाऽम्बाऽपि स्वामिनमिव मां विज्ञपयति स्म । ततः संजातो मे हृदयावलेपनप्रभावे सम्प्रत्ययः, संपन्ना स्थिरतरा शैलराजे परमबन्धुबुद्धिरिति ।
મારા વડે રિપુદારણ વડે, કહેવાયું – ક્યાંથી તારા વડે તે પ્રાપ્ત કરાયું? શું નામવાળું છે ? અને તે હદયલેપતો શું પ્રભાવ છે? એ સાંભળવા ઇચ્છું છું. શૈલરાજ વડે કહેવાયું – હે કુમાર ! તેaહૃદયનો લેપ, કોઈનાથી પણ મારા વડે પ્રાપ્ત કરાયો નથી ? તો શું? એથી કહે છે. પોતાના વીર્યથી જ માનકષાયના વીર્યથી જ, જનિત છે. નામથી વળી તે-તે લેપ, સ્તબ્ધચિત કહેવાય છે. તેનો પ્રભાવ અનુભવ દ્વારા જ કુમાર જાણશે. તેના કથન વડે શું? મારા વડે રિપુદારણ વડે, કહેવાયું – મિત્ર જે જાણે છે. તેથી મને અત્યદા શૈલરાજ વડે તેનું આત્મીય હદયનું અવલેપન સમર્પણ કરાયું. મારા વડે હદય વિલિપ્ત કરાયું. હું ગાઢતર ઉલ્લમ્બિતભૂત તસ્કરના આકારના ધારિતપણાથી તમન રહિત થયો.