________________
૧૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ માનકષાય જ્યારે વ્યક્ત રૂપે નથી, પરંતુ અંદરમાં રહેલા માનની પરિણતિને કારણે જીવ માનથી થતા બાહ્ય સત્કારથી જુએ છે ત્યારે તેને વિચાર આવે છે કે આ મારા માનના પરિણામનું જ ઉત્તમ ફળ છે. વસ્તુતઃ માનકષાયથી માન પ્રાપ્ત થતું નથી, સત્કાર પ્રાપ્ત થતો નથી પરંતુ તે પ્રકારનો, જીવને પૂર્વભવનું પુણ્ય છે જેથી લોકમાં તેના માનને પુષ્ટ કરે એવો સત્કાર પ્રાપ્ત થાય છે અને વિપર્યાસને કારણે માનકષાયનું આ ફળ છે તેમ જીવને જણાય છે. પII શ્લોક :
ततश्चमदीयवचसा तुष्टः, शैलराजः स्वमानसे ।
वष्टतामुररीकुर्वन्निदं वचनमब्रवीत् ।।६०।। શ્લોકાર્ચ -
ત્યારપછી મારા વચનથી સ્વમાનસમાં તોષ પામેલો શૈલરાજ વષ્ટતાને સ્વીકાર કરતો વક્રતાને સ્વીકાર કરતો, આ વચન બોલે છે. II9ol. શ્લોક :
कुमार! परमार्थोऽयं, कथ्यते तव साम्प्रतम् ।
यदेवंविधजल्पस्य, कुमारस्येह कारणम् ।।६१।। શ્લોકાર્થ :
હે કુમાર ! આવા પ્રકારના જપવાળા કુમારને અહીં જ કારણ છે, તને હવે આ પરમાર્થ કહેવાય છે. ll૧૧|| શ્લોક :
ये दुर्जना भवन्त्यत्र, गुणपूर्णं परं जनम् ।
स्वाभिप्रायाऽनुमानेन, मन्यन्ते दोषपुञ्जकम् ।।१२।। શ્લોકાર્ચ -
જે દુર્જનો અહીં છે, ગુણપૂર્ણ એવા પરજનને બીજા મનુષ્યને, સ્વઅભિપ્રાયના અનુમાનથી દોષનો પુંજ માને છે.
આ માનકષાય ખરાબ છે એમ જેઓ તને કહે છે તે દુર્જન છે અને તેઓ ગુણપૂર્ણ એવા મને ગુણરૂપે જાણતા નથી. કેવલ સ્વઅભિપ્રાયના અનુમાનથી મને દોષરૂપ માને છે આ પ્રકારે માનકષાયે કુમારને અંતરંગ પ્રેરણા કરી. IIકશા