________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
શ્લોકાર્થ ઃ
સ્વરૂપથી સંક્લિષ્ટ, સંક્લિષ્ટ પુણ્યથી જન્ય અને સંક્લેશના જનક જ એવા બાહ્ય પદાર્થોમાં પૃથક્ જનને=સામાન્ય લોકને, બાંધે છે. II૩૧૧||
रागत्रयम्
શ્લોક ઃ
अन्यच्च भद्र! पार्श्वस्थं, यदस्य पुरुषत्रयम् । रक्तवर्णमतिस्निग्धदेहं च प्रविभाव्यते । । ३१२ । ।
ત્રણ પ્રકારના રાગ
શ્લોકાર્થ ઃ
અને હે ભદ્ર ! પ્રકર્ષ ! પાર્શ્વમાં રહેલા અન્ય=રાગકેસરીની બાજુમાં રહેલ અન્ય, આના જે રક્તવર્ણવાળા અતિસ્નિગ્ધ દેહવાળા પુરુષત્રય પ્રવિભાવન કરાય છે. II૩૧૨II
શ્લોક ઃ
एते हि निजवीर्येण, शरीरादविभेदिनः ।
अनेन विहिता भद्र! त्रयोऽप्यात्मवयस्यकाः ।। ३१३ ।।
૨૭૧
શ્લોકાર્થ :
આ પુરુષત્રય નિજવીર્ય દ્વારા શરીરથી અવિભેદવાળા આના વડે=રાગકેસરી વડે, હે ભદ્ર ! ત્રણે પણ પોતાના મિત્રો કરાયા છે. II૩૧૩II
શ્લોક ઃ
अतत्त्वाभिनिवेशाख्यः, प्रथमोऽयं नरोत्तमः ।
दृष्टिराग इति प्रोक्तः, स एवापरसूरिभिः ।। ३१४ ।।
શ્લોકાર્થ :
અતત્ત્વાભિનિવેશ નામનો પ્રથમ આ નરોત્તમ છે, તે જ બીજા સૂરિઓ વડે દૃષ્ટિરાગ એ પ્રમાણે કહેવાયો છે. II૩૧૪||
શ્લોક ઃ
अयं हि भद्र! तीर्थ्यानामात्मीयात्मीयदर्शने ।
करोति चेतसोऽत्यन्तमाबन्धमनिवर्तकम् ।। ३१५ । ।