________________
૨૫૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવના શ્લોકાર્ધ :પિતૃતર્પણના કાર્યથી, દેવારાધનની ઈચ્છાથી જીવોની હિંસા કરે છે અને ધનનો વ્યય કરે છે. ર૩૪ll શ્લોક :
मांसर्मथैर्धनैः खाद्यैर्भक्तिनिर्भरमानसः ।
तप्तायोगोलकाकारं, ततस्तर्पयते जनम् ।।२३५ ।। શ્લોકાર્ચ -
ત્યારપછી ભક્તિનિર્ભર માનસવાળો માંસ-મધથી ધન એવા ખાદ્યપદાર્થો વડે તપેલા લોખંડના ગોલાના આકારવાળા જનને ખુશ કરે છે. ર૩૫ll શ્લોક :
हास्यं विवेकिलोकस्य, धर्मबुद्ध्या विनाटितः ।
इत्येवमादिकं धर्म, करोत्येष पृथग्जने ।।२३६।। શ્લોકાર્ચ -
ધર્મબુદ્ધિથી વિડંબના કરાયેલો આ જીવ સામાન્યજનમાં વિવેકીલોકને હાસ્યરૂપ આવા આદિ પ્રકારવાળા ધર્મને કરે છે. ર૩૬ll. શ્લોક :
न लक्षयति शून्यात्मा, भूतमर्द सुदारुणम् ।
नात्मनो दुःखसवातं, हास्यं नापि धनव्ययम् ।।२३७।। શ્લોકાર્થ :
શૂન્યાત્મા સુદારુણ ભૂતમર્દનને લક્ષમાં લેતો નથી. પોતાના દુઃખiઘાતને લક્ષમાં લેતો નથી. હાસ્યને લક્ષમાં લેતો નથી. વળી, ધનવ્યયને લક્ષમાં લેતો નથી. ll૨૩૭ll બ્લોક :
रागद्वेषादिजातस्य, स्वपापस्य विशुद्धये ।
एवं च घटते लोकस्तत्त्वमार्गाद् बहिष्कृतः ।।२३८ ।। શ્લોકાર્ધ :
અને રાગદ્વેષાદિથી થયેલા પોતાના પાપની વિશુદ્ધિ માટે લોકતત્વમાર્ગથી બહિસ્કૃત એવો આ જીવ આ રીતે પ્રયત્ન કરે છે. પર૩૮II