________________
૨૪૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
मूकान्धाः परवृत्तान्ते, स्वगुणाभ्यासने रताः । असक्ता निजदेहेऽपि, किं पुनर्द्रविणादिके? ।।२११।। कोपाहङ्कारलोभाद्यैर्दूरतः परिवर्जिताः । तिष्ठन्ति शान्तव्यापारा, निरपेक्षास्तपोधनाः ।।२१२।। न दिव्यादिकमाख्यान्ति, कुहकादि न कुर्वते । मन्त्रादीनानुतिष्ठन्ति, निमित्तं न प्रयुञ्जते ।।२१३।। लोकोपचारं निःशेषं, परित्यज्य यथासुखम् । स्वाध्यायध्यानयोगेषु, सक्तचित्ताः सदाऽऽसते ।।२१४ ।। ते निर्गुणा अलोकज्ञा, विमूढा भोगवञ्चिताः । अपमानहता दीना, ज्ञानहीनाश्च कुर्कुटाः ।।२१५ ।। इत्येवं निजवीर्येण, बहिरङ्गजनेऽमुना ।
ते मिथ्यादर्शनावेन, स्थापिता भद्र! साधवः ।।२१६ ।। सप्तभिः कुलकम् ।। શ્લોકાર્ચ -
જે વળી મંત્ર, તંત્રાદિ જાણનારા પણ અતિનિઃસ્પૃહ લોકયાત્રાથી નિવૃત્ત=લોકોને આવર્જન કરવાની પ્રવૃત્તિથી નિવૃત, ધર્મના અતિક્રમથી ભીરુ=ભગવાનના વચનાનુસાર ગ્રહણ કરાયેલા સંયમના ઉલ્લંઘનથી ભય પામેલા, પરવૃત્તાંતમાં મૂક અને અંધ, સ્વગુણના અભ્યાસમાં રત, પોતાના દેહમાં પણ આસક્તિ વગરના, ધનાદિમાં વળી શું ? અર્થાત્ ધનાદિમાં પણ આસક્તિ વગરના, કોપ, અહંકાર, લોભાદિથી અત્યંત પરિવર્જિત, શાંત વ્યાપારવાળા, નિરપેક્ષ પરિણામવાળા, તપોધન રહે છે. દિવ્યાદિકને કહેતા નથી. કુહકાદિને કરતા નથી. મંત્રાદિને આચરતા નથી. નિમિત્તનો પ્રયોગ કરતા નથી. નિઃશેષ લોકોપચારનો ત્યાગ કરીને યથાસુખ યથાશક્તિ, સ્વાધ્યાય ધ્યાનયોગોમાં આસક્ત ચિત્તવાળા સદા રહે છે. તેઓ નિર્ગુણ છે. અલોકને જાણનારા છે લોકના હિતને જાણનારા નથી. વિમૂઢ છે. ભોગથી વંચિત છે. અપમાનથી હણાયેલા છે. દીન છે. જ્ઞાન વગરના કુટ છે. આ પ્રકારે નિજવીર્યથી હે ભદ્ર ! તે સાધુઓ આ મિથ્યાદર્શન નામના આના વડે બહિરંગ લોકમાં સ્થાપન કરાયા. ll૧૦થી ૨૧૬ll
શ્લોક :
તથા– उद्वाहनं च कन्यानां, जननं पुत्र संहतेः । निपातनं च शत्रूणां, कुटुम्बपरिपालनम् ।।२१७ ।।