________________
૨૪૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ :
અહીં જ રહેલો આ=મિથ્યાદર્શન, હે ભદ્ર ! નિજ વીર્યથી બહિરંગ લોકોને જે કરે છે તે મારું તું સાંભળ. ll૧૭૧ શ્લોક :
अदेवे देवसङ्कल्पमधर्म धर्ममानिताम् । अतत्त्वे तत्त्वबुद्धिं च, विधत्ते सुपरिस्फुटम् ।।१७२।। अपात्रे पात्रतारोपमगुणेषु गुणग्रहम् ।
संसारहेतौ निर्वाणहेतुभावं करोत्ययम् ।।१७३।। युग्मम् ।। શ્લોકાર્ય :
અદેવમાં દેવના સંકલ્પને, અધર્મમાં ધર્મમાનિતાને, અતત્વમાં તત્વબુદ્ધિને, સુપરિટ્યુટ કરે છે. અપાત્રમાં પાત્રતાના આરોપણને, અગુણોમાં ગુણના ગ્રહણને, સંસારના હેતુમાં નિર્વાણના હેતુભાવને આ મિથ્યાદર્શન કરે છે. ll૧૭૨-૧૭all શ્લોક :
तथाहिहसितोद्गीतबिब्बोकनाट्याटोपपरायणाः । हताः कटाक्षविक्षेपैर्नारीदेहार्धधारिणः ।।१७४।। कामान्धाः परदारेषु, सक्तचित्ताः क्षतत्रपाः । सक्रोधाः सायुधा घोरा, वैरिमारणतत्पराः ।।१७५।। शापप्रसादयोगेन, लसच्चित्तमलाविलाः ।
ईदृशा भो! महादेवा, लोकेऽनेन प्रतिष्ठिताः ।।१७६।। त्रिभिर्विशेषकम् ।। શ્લોકાર્થ :
તે આ પ્રમાણે – હસવામાં, ગાવામાં, ચાળાઓના નાટકના આડંબરમાં પરાયણ, કટાક્ષના વિક્ષેપોથી હણાયેલા, નારીના દેહાઈને ધારણ કરનારા, પરદાનામાં કામાંધ, સક્ત ચિત્તવાળા, લજ્જા વગરના, ક્રોધવાળા, આયુધવાળા ઘોર, વૈરીને મારવામાં તત્પર, શાપ અને પ્રસાદના યોગથી વિલાસ કરતા ચિત્તના મલથી યુક્ત, એવા પ્રકારના મહાદેવો લોકમાં આના દ્વારા=મિથ્યાદર્શન દ્વારા, હે ભદ્રપ્રતિષ્ઠિત કરાયા. ll૧૭૪થી ૧૭૬ll