________________
૨૧૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક :
વથ?अनादिभवकान्तारे, भ्रान्त्वा भद्रातिसुन्दरम् । अवाप्य मानुषं जन्म, महाराज्यमिवातुलम् ।।७४।। कर्माजीर्णज्वराक्रान्तं, प्रमादमधुनाऽपि भोः!।
मा सेवस्व महामोहसन्निपातस्य कारणम् ।।७५।। શ્લોકાર્ચ -
કેવી રીતે વારે છે? એથી કહે છે – અનાદિ ભવરૂપી જંગલમાં ભમીને હે ભદ્ર! અતુલ એવા મહારાજ્યની જેમ અતિ સુંદર મનુષ્ય જન્મને પામીને કર્મ અજીર્ણ જવરથી આક્રાંત અને મહામોહના સન્નિપાતના કારણે એવા પ્રમાદને હમણાં પણ તું સેવ નહીં. ll૭૪-૭૫ll શ્લોક :
कुरुष्व ज्ञानचारित्रसम्यग्दर्शनलक्षणाम् ।
चित्तज्वरविघाताय, जैनी भद्र! प्रतिक्रियाम् ।।७६ ।। શ્લોકાર્ધ :
જ્ઞાન, ચારિત્ર, સમ્યગ્દર્શનલક્ષણ જેની પ્રતિક્રિયાને ચિતવરના વિઘાત માટે હે ભદ્ર! તું કર. ll૭૬ll શ્લોક :
स तु प्रमादभोज्येषु, क्षिप्तचित्तो न बुध्यते ।
तत्तादृशं गुरोर्वाक्यं, पापो जीवः प्रपञ्चितम् ।।७७।। શ્લોકાર્ચ -
વળી, પ્રમાદથી ભોજ્ય એવા પદાર્થોમાં ખેંચાયેલા ચિત્તવાળો પાપી એવો તે જીવ તેવા પ્રકારના ગુરુના વિસ્તારથી કહેવાયેલા તે વાક્યને જાણતો નથી. II૭૭ll
શ્લોક :
ततश्च
उन्मत्त इव मत्त इव, ग्रहग्रस्त इवातुरः । गाढसुप्त इवोद्धान्तो, विपरीतं विचेष्टते ।।७८।।