________________
૨૦૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
અને હે ભદ્રે ! તે દષ્ટાંત, પ્રસ્તુત અર્થની સાથે=વેલહત કથાની સાથે, પંડિત પુરુષો વડે મહાનધાદિ વસ્તુના પ્રત્યેક ભેદની સિદ્ધિ માટે આ રીતે યોજન કરાય છે=આગળમાં બતાવાય છે એ રીતે યોજન કરાય છે. ll૩૯ll.
विषयलम्पटस्य कर्माजीर्णम्
શ્લોક :
यथाऽऽहारप्रियो नित्यं, राजपुत्रो निवेदितः । तथाऽयमपि विज्ञेयो, जीवो विषयलम्पटः ।।४०।।
વિષયલંપટ એવા જીવનું કર્મરૂપ અજીર્ણ શ્લોકાર્ધ :
જે પ્રમાણે રાજપુત્ર હંમેશાં આહારપ્રિય નિવેદિત કરાયો, તે પ્રમાણે આ પણ જીવ વિષયલંપટ જાણવો. lldoll શ્લોક :
यथा च तस्य संजातमजीर्णं भूरिभक्षणात् ।
तथाऽस्यापि कुरङ्गाक्षि! कर्माजीर्णं प्रचक्षते ।।४१।। શ્લોકાર્ચ -
અને જે પ્રમાણે તેને=રાજપુત્રને, ખૂબ ભક્ષણ કરવાથી અજીર્ણ થયું. તે પ્રમાણે હે કુરગાક્ષિ અગૃહીતસંકેતા ! આને પણ=સંસારી જીવને, પણ કર્મનું અજીર્ણ કહેવાય છે. ૪૧TI શ્લોક :
पापाज्ञानात्मकं तच्च, वर्तते कर्म दारुणम् ।
यतः प्रमत्ततोद्भूता, तज्जन्यं तत्पुर (पुलिन) द्वयम् ।।४२।। શ્લોકાર્થ :
અને પાપના અજ્ઞાનાત્મક તે કર્મ દારુણ વર્તે છે. જેનાથી પ્રમતતા ઉભૂત થઈ. અને તજન્યઃ પ્રમત્તતાથી જન્ય, પુલિન છે. Il૪શા
શ્લોક :
यथा प्रकुपितास्तस्य, दोषा जातस्तनुज्वरः । तथा रागादयोऽस्यापि वर्धन्ते ज्वरहेतवः ।।४३।।