________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ
शैलराजजन्म શ્લોક :
नन्दिवर्धनकाले या, ममाऽऽसीदविवेकिता । सा धात्री पुनरायाता, स्तनपायनतत्परा ।।१२।।
શૈલરાજ(માનકષાય)નો જન્મ શ્લોકાર્ચ -
નંદીવર્ધનકાલમાં જે મારી અવિવેકિતા ધાત્રી હતી, સ્તનપાનમાં તત્પર એવી તે ફરી આવી= રિપુદારણના ભવમાં પ્રાપ્ત થઈ. નંદીવર્ધનમાં જે અવિવેકિતાનો પરિણામ છે તે અંતરંગ ધાત્રી છે અને તે ધાત્રી સ્તનપાન કરાવીને રિપુકારણમાં અવિવેકિતાની પુષ્ટિ કરે છે. તેથી પરમાર્થથી તે અવિવેકિતા તેની ભાવથી ધાવમાતા છે. ૧૨ શ્લોક :
इतश्च तेन सा भा, निजेन प्रियकामिना ।
વર લેવાને, સંવો સમુપાતા પારૂા. શ્લોકાર્ચ -
અને આ બાજુ તે અવિવેકિતા, પોતાના પતિ પ્રિયકામી એવા તે દ્વેષગજેન્દ્ર સાથે ક્યારેક સંયોગને પામી.
નંદીવર્ધનમાં અવિવેકિતા ધાત્રી રૂપે પ્રગટ થઈ ત્યારે નંદીવર્ધનમાં દ્રષગજેન્દ્ર સાથે તે અવિવેકિતાનો સંયોગ થયો અને તે અવિવેકિતાને દ્વેષગજેન્દ્ર સાથે પ્રિયકામિતા છે; કેમ કે દ્વેષને કારણે જીવમાં અવિવેકિતા ઉલ્લસિત થાય છે. તેથી રિપુદારણના અંતરંગ પરિવારમાં દ્વેષની પરિણતિ સાથે અવિવેકિતાનો સંબંધ થયો. ૧૩ શ્લોક :
यदा चापन्नगर्भाऽभूद्देवी विमलमालती ।
तदैव दैवयोगेन, संजाता साऽपि गर्भिणी ।।१४।। શ્લોકાર્ચ -
અને જ્યારે તે વિમલમાલતી દેવી પ્રાપ્ત થયેલા ગર્ભવાળી થઈ ત્યારે જ ભાગ્ય યોગથી જ તે પણ અવિવેકિતા પણ, ગર્ભવાળી થઈ.